Aug 31,2014 07:42:53 AM IST
 

વડોદરા વિજીલન્સ વિભાગનો કચ્છમાં દરોડો: ૩૬ લાખની વીજચોરી ઝડપી

Sep 05, 2013 01:01 Gujarat > Bhuj
 
Tags:   --- comment     E-Mail     Print    
 
Viewed: 314
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ,તા.૪ સૌરાષ્ટ્ર કચ્છ પીજીવીસીએલ ઝોનમાં સૌથી વધુ વીજલોષ કચ્છ ઝોનમાં જોવા મળે છે જેના પછવાડે સ્થાનિક પીજીવીસીએલના જવાબદારોની ભૂંડી ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેની વચ્ચે આજે ફરી વડોદરા વીજ વિજીલન્સ વિભાગે કચ્છમાં વ્યાપક તપાસ હાથ ધરીને ખેતીવાડી કનેકશનોમાં ૩૬ લાખની વીજચોરી ઝડપી હતી. વડોદરા સ્થિત વિજીલન્સ વિભાગના આઈજી વિજયરાજસિંહ ગૌતમની સીધી સૂચનાથી ચીફ ઈન્જિનિયર વિજીલન્સ રાજેન્દ્રસિંહ ડોંગરાની આગેવાની હેઠળની ૯૮ જેટલી ટુકડી પોલીસ કાફલા સાથે કચ્છમાં ધસી આવી હતી. પ્રથમ દિવસે ભુજ, માધાપર તથા દેશલપર વીજ સબ ડિવિઝન હેઠળ આવતા ખેતીવાડી વીજ કનેકશનો પર તપાસનો દોર આરંભતા વીજચોર ખેડૂતોમાં નાસભાગ મચી જવા પામી હતી, તો કયાંક વિરોધનો સૂર પણ ઉઠવા પામ્યો હતો, પરંતુ પોલીસને સાથે રાખીને હાથ ધરાયેલી વીજચેકિંગ ઝુંબેશમાં ૪૩૦ જેટલા ખેતીવાડી કનેકશનની તપાસણી હાથ ધરાઈ હતી, જેમાં ૮૩ જેટલી જગ્યાએ ગેરરીતિ જણાઈ આવતાં રૃ. ૩૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું પીજીવીસીએલના સુપ્રિ. ઈન્જિનિયર પઢિયારે જણાવ્યું હતું. જ્યારે વડોદરાની વીજ વિજીલન્સ વિભાગની ટુકડી ભુજ તાલુકાના કોટડા ચકાર ગામમાં પહોંચી ત્યારે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યાે હતો અને તપાસનીશોને જણાવ્યું હતું કે, પ્રથમ લો-વોલ્ટેજની સમસ્યા દૂર કરો ત્યારબાદ જ તપાસ હાથ ધરો તે બાબતે થોડો સમય રકઝક ચાલી હતી, પરંતુ ત્યારબાદ વીજ ટુકડીએ વધુ તપાસ હાથ ધરી હતી. વિજીલન્સની ટુકડી આવતીકાલ ગુરૃવારના પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તેનું મેગા ઓપરેશન જારી રાખે તેવા સંકેતો મળી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, થોડા સમય પૂર્વે રાજકોટ તથા વડોદરા વિજીલન્સ વિભાગની ૯૮ જેટલી ટુકડીઓએ રાપર, ભચાઉ તેમજ ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને રૃ. ર કરોડની વીજચોરી ઝડપી પાડી હતી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com