Sep 23,2014 09:50:12 PM IST
 

ગર્લફ્રેન્ડ પાછળ પૈસા ઉડાડવા કોલેજીયને ઘરમાંથી કરી ચોરી

Sep 05, 2013 01:18 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 566
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ : સત્યસાંઈ હોસ્પિટલ રોડ પર સિલ્વર એવન્યુ પાર્કમાં જન્માષ્ટમીના દિવસે થેયલી ચોરીમાં અચંબાપ્રેરક ઘટસ્ફોટ થયો છે.ત્રણ જ કલાક બંધ પડેલા તોલમાણા ખાતાના ઈન્સ્પેકટરના મકાનમાંથી રુ. ૪.૪ર લાખની રોકડની જે ચોરી થઈ એ આ ગૃહસ્થના પુત્રએ જ કરી હતી.એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા એ યુવકની પોલીસે ધરપકડ કરીને ઘરમાં છૂપાવી દીધેલો ચોરીનો તમામ મુદામાલ કબજે કર્યો છે.

  • ૪.૪૨ લાખની 'ચોરી'માં ઘટસ્ફોટઃ પુત્રની નિયત તોલવામાં તોલમાપ નિરીક્ષક પિતા બાપડા નાકામ !

સિલ્વર એવન્યુ બ્લોક નં. ૬૮માં રહેતતા તોલમાપ ખાતાના ઈન્સ્પેકટર વિનોદભાઈ વલ્લભભાઈ દાવડા (ઉ.વ.પર)એ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જન્માષ્ટમીએ વિનોદભાઈ અને તેમના પત્ની ગોંડલ મંદિરે દર્શન કરવા ગયા હતા અને ઘરે પુત્ર નિલય રોકાયેલા હતો. સાંજે મિત્રો સાથે મેળામાં ગયો હતો જે દરમિયાન ત્રણ કલાક રેઢા પડેલા મકાનમાંથી રુ. ૧.પ૦ લાખની રોકઢ, ૧૦૦૦ કેનેડીયન ડોલર અને ૭૧૫૦ ફીઝી ડોલર મળી કુલ ૪.૪૨ લાખની રોકડ ચોરાઈ હતી.

તસ્કરોએ બાથરુમની ખૂલ્લી બારીમાંથી પ્રવેશ કરી બેડરુમના કબાટ ખોલી ચાવીથી લોકર ખોલ્યુ હતુ જે સ્થળેથી તસ્કરો ઘરમાં ઘુસ્યા હોવાનું જણાવ્યું હતું ત્યાંથી કોઈ વ્યકિત પ્રવેશ કરી શકે તેમ ન હોઈ પોલીસને જાણભેદૂનો હાથ હોવાની શંકા જાગી હતી.

પોલીસે તોલમાપ ઈન્સ્પેકટરના પુત્ર નિલય (ઉ.વ.ર૧)ની સધન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડયો હતો માતા-પિતા ગોંડલ દર્શન કરવા ગયા ત્યારે મોકો જોઈએ પુત્ર નિલયે ઘરમાં હાથફેરો કરી રુ. ૪.૪૨ લાખની રોકડની ચોરી કરી દાદીમાના બેડરુમના માળીયાના કબાટમાં રોકડ રકમ છૂપાવી દીધાની કબૂલાત આપી હતી જે તમામ મુદામાલ પોલીસે કબજે લઈ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા નિલય વિનોદભાઈ દાવડા (ઉ.વ.૨૧)ની ધરપકડ કરી હતી.

પોલીની પૂછપરછમાં ખુલ્યું કે પિતા જે ખિસ્સાખર્ચી આપતા હતા તેમાંથી તેના મોજશોખ પુરા થઈ શકતા ન હોવાથી માતા-પિતાની ગેરહાજરીમાં રોકડની ઉઠાંતરી કરી ઘરફોડ ચોરીનું નાટક કર્યુ હતું. પોતાના જ ઘરમાં હાથફેરો કરનાર યુવક પુત્ર નિલયને પોલીસે કોર્ટ હવાલે કરી દીધો હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com