180X600.jpg
Jul 27,2016 08:49:13 PM IST
 

રાજકોટમાં રાત્રે કોમી અથડામણ ચાર ઘાયલ

Sep 05, 2013 01:21 Rajkot >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2199
Rate: 4.3
Rating:
Bookmark The Article


રાજકોટ : રાજકોટ શહેરમાં ગુનેગારો પરથી પોલીસની લગામ સાવ ઢીલી પડી ગઈ હોઈ ગમે ત્યારે ગમે ત્યાં ટોળાઓ ધાતકી હથિયારો સાથે માર્ગ પર ઉતરી આવે છે. ભગવતિપરા વિસ્તારમાં રાત્રીના સુમારે મુસ્લિમ અને આહિર,બોરીચ જુથના આશરે ૨૦૦થી વધુ ઈસમોના હથિયારધારી ટોળા વચ્ચે શસસ્ત્ર અથડામણ થઈ હતી. હિંસક મારામારીમાં પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી. ટોળાએ પોલીસની વાન પર પણ પથ્થરમારો કરી, હુમલાનો પ્રયાસ કર્યો હતો. વાહનોમાં તોડફોડ કરતાં રાહદારીઓ, રહેવાસીઓ, ધંધાર્થીઓમાં પણ નાસભાગ મચી જવા પામી હતી.

  • પોલીસનીવાન પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ સાથે ટોળાએ મચાવેલાં આતંકથી નાસભાગ

સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભગવતિપરાના નામચીન ઈભલા નામના શખ્સને આહિર, બોરીચા યુવક સાથે રકઝક થયા બાદ વાત વણસી હતી. રાત્રીના બંને જુથના સોથી વધુ ઈસમો તલવાર, પાઈપ, ગુપ્તી,ધોકા સહિતના ધાતકી હથિયાર સાથે ભગવતિપરામાં ચાંદલીયા હનુમાન નજીક રસ્તા પર ઉતરી આવ્યા હતા. હથિયારધારીઓ વચ્ચે ફિલ્મીઢબે શસસ્ત્ર હુમલા થયા હતા. હુમલામાં પાંચ વ્યક્તિને ઈજા થઈ હતી. બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસ મોબાઈલ પર પણ ઈભલા સહિતના શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિત હિંસક બની જતાં વધુ પોલીસ વાન દોડાવાઈ હતી પરંતુ રેલવે ફાટક બંધ હોવાથી પોલીસની મોબાઈલો અધ રસ્તે ફસાઈ જતાં ટોળાને નાથવુ એક પોલીસવાન માટે કપરુ બની ગયુ હતું અને પોલીસ પણ તમાસો જોતી રહી ગઈ હતી.

પોલીસની હાજરીમાં જ એક બુલેટમાં તોડફોડ કરી અન્ય વાહનોને પણ નિશાન બનાવાયા હતા. ધાણીફુટ પથ્થમારો થતાં નાસભાગ મચી ગઈ હતી. મહિલાઓએ અગાસી પર ચઢીને પોલીસના વાહનો પર પથ્થરાવ કર્યો હતો. હુમલામાં સંજય દાનાભાઈ ડાંગર, મુકતાબેન કોળી સહિતનાને ઈજા થતાં હોસ્પિટલે ખસેડાયા હતા. પોલીસની પહોંચેલી વધુ કુમકે કડકાઈ દાખવી મામલો કાબુમાં લીધો હતો.

 

લુખ્ખાગીરી આચરીને નાસી ગયેલાં ઈભલાના જુથ તેમજ આહિર જુથને શોધવા દોડધામ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભગવતિપરાના કેટલાંક લુખ્ખાઓના કારણે સમયાંતરે નાના, મોટા છમકલા થતાં રહેે છે. સંવેદનશીલ બની ગયેલાં વિસ્તારમાં એકલ દોકલ પોલીસને પણ માર પડયાના બનાવો પોલીસ દફ્તરોએ નોંધાઈ ચુક્યા છે. આમ છતાં પોલીસની આંખ નહીં ઉઘડતાં આજે ફરી બે કોમ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

બોક્ષ....વેફરના પેકેટ પર છ વર્ષીય બાળકીનો પગ પડયોને ખેલાયું ધીંગાણુ

ભગવતિપરામાં થયેલી ધાતકી હથિયારો વડે હુમલામાં નજીવુ કારણ હતું. ભગવતિપરામાં ચાંદલીયા હનુમાન મંદિર નજીક રહેતાં દાનાભાઈ ડાંગર નામના વ્યક્તિના જણાવ્યા મુજબ દાનાભાઈના પુત્ર સંજયની છ ર્વિષય પુત્રી ઘર નજીક ટયુશનમાં ગઈ હતી. મોડી સાંજના પુત્રવધુ પુત્રીને લેવા ગયા હતા. ઘરે આવતી વેળાએ રસ્તામાં વેફરનું પેકેટ પડયું હતું જેના પર બાળકીનો પગ પડી જતાં નજીકમાં રહેતાં ખાટકી પરિવારના યુવકે ગાળાગાળી કરી હતી. ગાળો આપતાં આહિર મહિલાએ ગાળો આપવાની ના કહેતાં જ મકાનમાંથી ખાટકી પરિવારની મહિલાઓ પણ ધસી આવી હતી અને સંજય ડાંગરની પત્નીને ઢસડી જઈ ઘરમાં લઈ જઈને મારમાર્યો હતો. પત્નીને માર માર્યાની ખબર પડતાં પડોશી પરિવારને સંજય ઠપકો આપવા પહોંચ્યો હતો જ્યાં ખાટકી જુથે સંજયને પણ મારમાર્યો હતો. હુમલાના પગલે આહિર જુથના ઈસમો પણ ધસી આવ્યા હતા અને બંને જુથ વચ્ચે છુટાહાથે મારામારી થઈ હતી.

 
Share This