Apr 24,2014 11:05:22 AM IST
 

યૌન શોષણના આરોપી આસારામને રાજકોટમાં ખૈરાત કરાયેલી સરકારી જમીનનો ઉદ્દેશ- 'નારી ઉત્થાન' !

Sep 05, 2013 01:24 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 590
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ :તરુણીનું યોન શોષણ કરવાના આરોપસર કહેવાતા સંત અને સમાજ સુધારક આસારામની ધરપકડને પગલે મોડે મોડે જાગેલી સરકારે આસારામના ટ્રસ્ટને કયાં કેટલી જમીનો ફાળવવામાં આવી છે તેની તપાસ હાથ ધરતાં એવો ઘટસ્ફોટ થયો છે કે વર્ષ ૨૦૦૧માં આસારામને રાજકોટ નજીક મહામૂલી ૧૧ હજાર ચોરસ મિટર જમીન ખૂદ સરકારી તંત્રએ જ તાશક પર ધરી દીધી હતી..!

  • મોઘીદાટ સરકારી જમીનનો ઉપયોગ હેતુ મુજબ જ થાય છે કે કેમ તેની તપાસ

રાજકોટના આસારામ આશ્રમ ટ્રસ્ટને વિવિધ હેતુ માટે અપાયેલી સરકારી જમીનની રાજયના મહેસુલ વિભાગે જિલ્લા કલેકટર પાસે માહિતી માંગી છે. કયાં સર્વે નંબર ઉપર કેટલી જમીન છે કયાં હેતુ માટે કયારે જમીન આપવામાં આવી છે ? તે અંગેની માહિતી માંગવામાં આવતાં કલેકટર કચેરીનું મહેસુલી તંત્ર દોડતું થઇ ગયુ હતુ. સાથોસાથ ઇ-ધરા કેન્દ્રમાંથી આસારામ ટ્સ્ટની જુદા જુદા સર્વે નંબરમાં આવેલી સરકારી જમીનના રેકર્ડ પણ મેળવવામાં આવ્યા હતા. જે હેતુ માટે જમીન સરકારે આપી છે તે હેતુ માટે જ ઉપયોગ થાય છે કે કેમ ? તેની પણ ખાનગી રાહે તપાસ શરુ કરી દેવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સગીરા ઉપર યૌન શોષણના આરોપ બદલ જોધપુર પોલીસે આસારામની ધરપકડ કરી ત્યારથી જ રાજય સરકાર હરકતમાં આવી ગઇ હતી અને રાજયમાં આસારામ ટ્રસ્ટને સરકાર તરફથી કયા હેતુ માટે કયારે કેટલી જમીન આપી ? હાલ આ જમીનની પરિસ્થિતિ શં છે ? તેની ભાવનગર, જૂનાગઢ અને કચ્છમાંથી વિગતો મંગાવ્યા બાદ રાજકોટ જિલ્લામાં જમીન અંગેની માહિતી એકત્ર કરી તાકીદે મોકલવા મહેસુલ વિભાગે કલેકટરને તાકીદ કરી હતી.

દરમિયાન જાણવા મળેલી વિગતો અનુસાર રાજકોટના તત્કાલીન જિલ્લા કલેકટરે દફતરી હુકમ ૯૮/૨૩૩/ તા. ૭/૨/૧૯૯૦થી રાજકોટમાં કાલાવડ રોડ ઉપર વાજડી વિરડા સર્વે નં. ૪૫માં ૧ એકર ૨૨ ગુંઠા, સર્વે નં. ૪૬માં ૨ એકર ૩૬ ગુંઠા, સરકારી ખરાબાના સર્વે નં. ૧૨૦ પૈકી ૧૩માં ૭ એકર ૧૮ ગુંઠા જમીન ફાળવવામાં આવી હતી. ઉપરોકત જમીન નવી અને અવિભાજય શરતથી જમીન ધરાવે છે. આ જમીન આસારામે ર્ધાિમક અને આધ્યાત્મિક હેતુ માટે સરકાર પાસે માંગી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com