Apr 20,2014 03:35:52 AM IST
 

કેબલવોર ભડકી : અર્ધા રાજકોટમાં પ્રસાર ઠપ્પ

Sep 05, 2013 01:25 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 569
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ : છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં સેટટોપ બોકસની કંપનીઓ અને પેટા કેબલ ઓપરેટરો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે જે વિવાદ બુધવારે મોડી રાત્રે કેબલવોરમાં ફેરવાયો હતો. નાણાંની બાકી રકમ બાબતે ઓપરેટરો અને કંપની વચ્ચે ચાલી રહેલી તકરારમાં ઓપરેટરોનાં ટોળાએ કેબલ કનેકશનો કાપી નાખતાં અર્ધા શહેરમાં પ્રસારણ ઠપ્પ થઈ ગયું હતું. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી પ્રમુખ સહિતના ર૦ સામે ગુનો નોંધ્યો હતો.

  • સાંગણવા ચોકમાં કેબલના છેડા કાપતા બેની ધરપકડ : પ્રમુખ સહિત ર૦ શખ્સો સામે નોંધાતો ગુનો

શહેરના અમુક પેટા કેબલ ઓપરેટરોએ કંપનીના કનેકશનો કાપી નાંખતાં ગ્રાહકોમાં દેકારો મચી ગયો હતો. આ અંગે જીટીપીએલ અને ડેન કંપનીના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે સેટટોપ બોકસ પેટેની બાકી રકમ અને કંપનીનું ભાડુ લાંબા સમયથી બાકી હતુ જેની કેબલ ઓપરેટરો પાસે માંગતાં અને એકાદ ઓપરેટરનું કનેકશન કાપી નાંખતાં તેમણે આ રસ્તો અપનાવ્યો છે. દરમિયાન મોડી રાતે અર્ધા રાજકોટમાં કેબલ પ્રસારણ ઠપ થઈ ગયું હતું.

સૌરાષ્ટ્ર કેબલ ઓપરેટર એસો.ના પ્રમુખ દિલીપસિંહ ગોહીલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતુ કે કંપની પાસે જૂના ભાડા પેટે કોઇ રકમ બાકી ન હોવા છતાં સોની બજારમાં ડેન કંપનીએ કનેકશન કાપી નાંખ્યુ હતુ. જે બાબતને ધ્યાનમાં રાખી ગોહીલની આગેવાની હેઠળ ૨૦થી૨૫ કેબલ ઓપરેટરો કંપનીની ઓફીસે રજુઆત કરવા ગયા હતા. જ્યાં કનેકશનો ચાલુ કરી દેવાની માંગણી કરી હતી. દરમિયાન સેટટોપ કંપનીએ બાકી રકમ ભરવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને ઓપરેટરોએ તમામના બાકી રકમ ભરાશે બાદમાં જ સોની બજારના કેબલ ઓપરેટરની રકમ ભરાશે તેવી રજુઆત કરી હતી. આમ છતાં કોઇ નક્કર પરીણામ ન આવતાં કેબલ ઓપરેટરોએ આક્રોશ વ્યકત કરી માલીયાસણ, નવા ગામ, કૂવાડવા રોડ, સણોસરા પેલેસ રોડ, વિદ્યાનગર, રૈયા રોડ તેમજ શહેરના ત્રિકોણ બાગ પાસેના કંપનીના મેઇન છેડા કાપી નાખ્યા હતાં.

 મોડી રાત્રીના સાંગણવા ચોકમાં કેબલ કનેકશન કાપતાં અબ્બાસ સૈફુદીન માકડા, હુશેન નિજામુદીન માકડાને પક્કડ, તણી જેવા હથિયારો સાથે પોલીસે ઝડપી લીધા હતા. જયારે તેની સાથે રહેલા અમુક ઓપરેટરોએ પોલીસને જોઈ મુઠ્ઠીઓ વાળી હતી.

આ ઘટના સંદર્ભે પોલીસે ડેન કંપનીના અધિકારી ૧પ૦ ફૂટ રીંગ રોડ પર અમૃત એપાર્ટમેન્ટમાં રહેતા અમિત નવનીતભાઈ વ્યાસની ફરિયાદ પરથી પ્રમુખ દિલીપસિંહ ગોહિલ, અબ્બાસ સૈફુદીન માકડા, હુશેન નજમુદીન માકડા, ધમાભા, દિગુભાઈ સહિતના ૧પ થી ર૦ જેટલા શખ્સો સામે આઈ.પી.સી.ની કલમ ૪ર૭ અને ૧૪૩ હેઠળ ગુનો નોંધ્યો છે.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com