Apr 21,2014 02:26:56 AM IST
 

વેંચાય છે રાશન કાર્ડ - ભાવ રુ. ૧ થી ર હજાર

Sep 05, 2013 01:27 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 297
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ : છેલ્લા કેટલાય સમયથી રાજકોટની કલેકટર કચેરીના કંપાઉન્ડમાં રાશનકાર્ડના દલાલો અને લેભાગુ શખ્સોના અડીંગા જામ્યા છે. કચેરીમાં આવેલી ઝોનલ કચેરી તેમજ જયાંથી કલેકટર પ્રવેશ કરે છે તે દરવાજા પાસે ખુરશી નાંખી કેટલાય બોગસ પીટીશન રાઇટરો ગરીબ કાર્ડધારકોને ખૂલ્લે આમ લૂંટી રહ્યાં છે. કચેરીના કંપાઉન્ડમાં અને દરવાજા પાસે બેઠેલા લેભાગુ દલાલો નવા કાર્ડ કાઢી આપવા માટે રુ. ૧ થી ૨ હજાર ખૂલ્લેઆમ પડાવી રહ્યા છે.

  • પુરવઠા તંત્રની મીઠી નજર હેઠળ ગરીબ કાર્ડધારકો લૂંટાઇ રહ્યાં છે અને તંત્ર તમાશો જોઇ રહ્યું છે

નવાઇની વાત તો એ છે કે ખુદ ઝોનલ કચેરીના પગથીયા પાસે જ તેમજ કલેકટર કચેરીના બન્ને દરવાજા પાસે બિલાડીના ટોપની માફક આવા બોગસ પીટીશન રાઇટરો અને દલાલોના રાફડા ફાટયાં છે છતાં કોઇ અધિકારીની નજર પડતી નથી રાશનકાર્ડમાં કોઇ પણ પ્રકારની કામગીરી માટેના ફોર્મ ભરવા માટે દલાલો રુ. ૩૦થી૫૦ પડાવે છે. આવા દલાલો સામે પુરવઠા તંત્ર કાર્યવાહી કરવાની બદલે તમાશો જુએ છે. જે દરવાજા પાસે દરરોજ પુરવઠા ઇન્સ્પેકટરો, ઝોનલ કચેરીના કર્મચારીઓ તેમજ નાયબ મામલતદાર ચા પીવા આવે છે તે દરવાજા પાસેજ અડીંગો જમાવીને બેઠેલી એક મહિલા રીતસરના ગરીબ કાર્ડધારકોને   કાર્ડ અને ફોર્મ ભરાવવાના ઓઠા હેઠળ ખિસ્સા ખંખેરી રહી છે છતાં કોઇની નજર પડતી નથી. બીજી તરફ અધિક કલેકટર, ડે.કલેકટર કક્ષાના અધિકારીઓ, મંત્રીઓ જે દરવાજામાંથી કાર સાથે પ્રવેશે છે તે જગ્યાની આજુબાજુ અડધો ડઝનથી વધારે લેભાગુ શખ્સો કાર્ડની ગેરકાયદે કામગીરી કરી રહ્યા છે. એકાદ બે વ્યકિતઓને બાદ કરતાં કોઇની પાસે પીટીશન રાઇટરના લાયસન્સ જ નથી. આવા દલાલોને હાંકી કાઢવા કલેકટર તંત્ર કોની લાજ કાઢી રહ્યંુ છે તે પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com