180X600.jpg
May 28,2016 07:07:06 PM IST
 

સિસ્ટર નિવેદિતા સ્કૂલના વિદ્યાર્થીને સહાધ્યાયીએ છરીનો ઘા ઝીંકયો

Sep 05, 2013 01:28 Rajkot >
 
comment     E-Mail     Print    
 
Viewed: 447
Rate: 0
Rating:
Bookmark The Article

  • મશ્કરી બાબતે ડખ્ખો થયા બાદ સ્કૂલેથી ઘરે જતી વખતે બનેલી ઘટના

રાજકોટ : ભદ્ર સમાજને લાલબતી ધરતો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં યુનિ. રોડ પર આવેલ સિસ્ટર નિવેદીતા સ્કૂલમાં રિશેષમાં મશ્કરી કરવા બાબતે ઝઘડો થયા બાદ સ્કૂલેથી છૂટીને ઘર તરફ જઈ રહેલા વિદ્યાર્થીને કે.કે.વી. ચોક પાસે આંતરી તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ છરીનો એક ઘા ઝીંકી દેતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. અમીનમાર્ગ વિદ્યાકુંજ સોસાયટી શેરી નં.-રમાં રહેતો અને સિસ્ટર નિવેદિતા સ્કુલમાં અભ્યાસ કરતા ઉદય સામતભાઈ સોલંકી (ઉ.વ.૧૭)નામના આહીર તરુણે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પોતાના કલાસમાં જ અભ્યાસ કરતા વિજયસિહ યોગેન્દ્રસિંહ જાડેજાનું આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. મંગળવારે બપોરે સાથે જ અભ્યાસ કરતા બન્ને વિદ્યાર્થીઓ વચ્ચે મશ્કરી કરવા બાબતે રિસેસમાં ઝઘડો થયો હતો ત્યારબાદ ઉદય સોલંકી સ્કુલેથી છૂટી ઘરે જવા નીકળ્યો હતો અને કે.કે.વી. હોલ પાસે મિત્રો સાથે નાસ્તો કરવા ગયો હતો ત્યારે પાછળથી આવેલા સહ વિદ્યાર્થી વિજયસિંહ જાડેજાએ તારાથી મશ્કરી સહન ન થતી હોય તો મારુ નામ શું કામ લે છે તેમ કહી ઝઘડો કરી ડાબા પડખે છાતીના ભાગે છરીનો એક ઘા ઝીંકી નાસી ગયો હતો.આ બનાવ સંદર્ભે ગાંધીગ્રામ પોલીસે ઘવાયેલા વિદ્યાર્થીની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com