180X600.jpg
May 27,2016 11:36:18 PM IST
 

સસ્પેન્ડેડ સેક્રેટરી અંગે નિર્ણય લેવા સ્થાયીમાં દરખાસ્ત

Sep 05, 2013 02:26 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 461
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા. ૪

સુરત મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ મ્યુ. સેક્રેટરી હીરા પટેલ અંગે નિર્ણય લેવા પાલિકા કમિશનર મનોજકુમાર દાસે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે. સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલી દરખાસ્તમાં તેમણે હીરા પટેલ અંગે કોઇ પણ નિર્ણય લેતાં પહેલા બે મુદ્દા ધ્યાને લેવા જણાવ્યું છે. હીરા પટેલ સામે મહિલા ફરિયાદીએ સુરત મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી જેનો હજુ કોઇ નિકાલ આવ્યો નથી. આ ઉપરાંત અમરોલીના એક રહીશે ફોજદારી અરજી કરી આરોપી નંબર બે તરીકે હીરા પટેલને દર્શાવી ફરિયાદ કરી છે. આ બે મુદ્દાઓ ધ્યાને લેવા કમિશનર મનોજકુમાર દાસે જણાવ્યું છે. શનિવારે સ્થાયી સમિતિ હીરા પટેલ અંગે નિર્ણય લેશે.

  • મહિલાની પોલીસ ફરિયાદનો નિકાલ હજુ પેન્ડિંગ
  • હીરા પટેલ અંગે કોઇ પણ નિર્ણય લેતાં પહેલા બે મુદ્દા ધ્યાને લેવા કમિશનરની ટકોર

એક મહિલાની ફરિયાદના આધારે સ્થાયી સમિતિએ ૨-૯-૧૧ના રોજ હીરા પટેલ સામે ખાતાકીય તપાસ યોજવાનો ઠરાવ કરી તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. મહિલા જાતીય સતામણી નિવારણ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અન્વયે સ્થાયી સમિતિએ નિવૃત્ત જજ પાસેથી ખાતાકીય તપાસ કરાવવાનો નિર્ણય લીધો હતો. ખાતાકીય તપાસ અધિકારી નિવૃત્ત ન્યાયાધીશ નરેન્દ્ર દેસાઇએ ૯-૮-૧૨ના રોજ તપાસ રિપોર્ટ રજૂ કર્યો હતો. તપાસ રિપોર્ટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થાય તે પહેલાં મહિલા ફરિયાદીએ હાઇકોર્ટમાં ધા નાખી હતી. સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર ૮૮૮, ૨૦૧૩ અન્વયે ૩-૫-૧૩ના રોજ ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો હુકમ કરી હીરા પટેલ બાબતે રજૂ થયેલા તપાસ રિપોર્ટ બાબતે કોર્ટની પરવાનગી વગર કોઇ નિર્ણય નહીં કરવા આદેશ કર્યો હતો. આ હુકમથી નારાજ થઇને હીરા પટેલે લેટર્સ પેટન્ટ અપીલ ૭૮૧, ૨૦૧૩ દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય તથા જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ૩-૭-૧૩ના રોજ હુકમ કરી હીરા પટેલની અપીલ મંજૂર કરી જસ્ટિસ કે.એમ.ઠક્કરનો વચગાળાનો હુકમ તેમજ મહિલા ફરિયાદીએ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનમાં હીરા પટેલ સામે કરેલા આક્ષેપોના ગુણદોષમાં ઊતર્યા વિના સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન પ્રી મેચ્યોર હોવાનું ઠરાવી રદ કરતો હુકમ કર્યો હતો.

આ સંજોગોમાં હવે સ્થાયી સમિતિએ હીરા પટેલ અંગે કોઇ પણ નિર્ણય લેવાનો રહે છે. કમિશનર દાસે રજુ કરેલી દરખાસ્તમાં કોઇ પણ નિર્ણય લેતાં પહેલા બે મુદ્દા ધ્યાને લેવા જણાવ્યું છે. મહિલા ફરિયાદીએ હીરા પટેલ સામે મહિલા પોલીસ મથકમાં તારીખ ૨૨-૬-૧૦ના રોજ એફઆઇઆર દાખલ કરાવી હતી. એફઆઇઆર નંબર ૧/૨૦૧૦નો હજુ સુધી કોઇ નિકાલ થયો નથી. આ ઉપરાંત અમરોલીના એક રહીશે સુરત પોલીસ કમિશનરને ફોજદારી પરચુરણ અરજી કરી આરોપી નંબર બે તરીકે હીરા પટેલને દર્શાવી ફરિયાદ કરી છે જેની જાણ સંબંધિત દસ્તાવેજ એટલે કે થયેલા મેસેજ સહિત મહિલા ફરિયાદીએ ૨૭-૮-૧૨ના રોજ કમિશનરને પુરાવા તરીકે રજૂ કરી છે. હીરા પટેલ અંગે નિર્ણય લેતા પહેલા આ બે મુદ્દા સહિત મહિલા ફરિયાદીની રજૂઆતો ધ્યાને લેવા કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત કરી છે.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com