180X600.jpg
Jun 01,2016 10:55:46 AM IST
 

પીઓપીની ગણેશ પ્રતિમાના વિસર્જન માટે પાલિકાની કૃત્રિમ તળાવ બનાવવા વિચારણા

Sep 05, 2013 02:27 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 604
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા. ૪

દેશભરમાં મહારાષ્ટ્ર બાદ સુરતમાં સૌથી વધારે ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવાતા ગણેશોત્સવમાં સ્થાપિત શ્રીજીની પ્લાસ્ટર ઓફ પેરિસની ર્મૂિતઓનાં વિસર્જનના નામે પોલીસે મહાનગર પાલિકાને ખો આપી દેતા પાલિકા દોડતી થઈ ગઈ છે. જાણવા મળ્યા મુજબ પોલીસ દ્વારા ગઈ કાલે એક જાહેરનામું પ્રગટ કરીને નદીના કોઈ પણ ઓવારા, તળાવ કે દરિયામાં આ ર્મૂતિઓનું વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે પાલિકાએ એસવીએનઆઈટીના પ્રો. અતુલ દેસાઈ પાસે એક કૃત્રિમ તળાવનો ડાયગ્રામ મંગાવ્યો છે.

  • જીપીસીબીએ ગત વર્ષે ચાર કૃત્રિમ પોન્ડ બનાવવાના માત્ર બણગાં ફૂંક્યા
  • એસવીએનઆઈટીના પ્રો. દેસાઈ પાસે ફરી ડિઝાઈન મંગાવાઈ

આ સંદર્ભમાં એપ્લાઈડ મિકેનિક ડિપાર્ટમેન્ટના પ્રા. અતુલ દેસાઈએ જણાવ્યું હતું કે, તેમણે તૈયાર કરેલા કૃત્રિમ તળાવના ડાયગ્રામમાં ક્યાંય પણ સિમેન્ટનો ઉપયોગ કરવાનો નથી. અને પીઓપીની તમામ ર્મૂતિઓ આ પોન્ડમાં જ વિર્સિજત કરીને ત્યાંથી ફરી શુદ્ધ પાણીને નદીમાં છોડી શકાશે. આ માટે મોટો ખર્ચ આવે એમ પણ નથી તેમજ નદીના પટમાં ઈંટ અને કાચી માટીનું ચણતર કરીને આસાનીથી નદીને પ્રદૂષિત થતી બચાવી શકાશે.

વાસ્તવમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા ગયા વર્ષે નદીના ચાર સ્થળોએ પટમાં આવા કૃત્રિમ તળાવ બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ કાગળ ઉપર રહી ગયેલી આ યોજના ક્યાંય પણ આકાર પામી ન હતી. જેને પગલે આ વખતે ડો. દેસાઈની આ ડિઝાઈન પાલિકાએ મંગાવી છે ત્યારે તેની ઉપર કેટલી ઝડપી નિર્ણય થાય છે એ બાબત મહત્ત્વની છે. સાથે જ નદીની માલિકી રાજ્ય સરકારની હોવાને કારણે પટમાં કોઈ પણ એક્ટિવિટી માટે સરકારની મંજૂરીની પણ આવશ્યકતા રહે છે.

મહત્ત્વની બાબત એ પણ છે કે, આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે પાલિકા કેટલી ઝડપે તમામ કામગીરી કરે છે એ બાબત પણ અગત્યની છે. એક અંદાજ મુજબ ચાલુ વર્ષે શહેરમાં ૩૨૦૦૦ જેટલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થવાનું અનુમાન છે અને તેમાં પણ પીઓપીની ર્મૂતિની સંખ્યા બારથી પંદર હજાર જેટલી રહેવાની શક્યતા છે. આ સંજોગોમાં ડો. દેસાઈની ડિઝાઈન મુજબ તળાવના મધ્યમાં મિક્સિંગ ચેમ્બરની પણ રચના કરીને આખા ડાયગ્રામને સાયન્ટીફિક બનાવવાની કોશિશ કરાઈ છે જેમાં આ ચેમ્પરમાં મોટા ફેન દ્વારા વિર્સિજત થયેલી ર્મૂતિ ગોળ ગોળ ફરતી થશે અને તેનાંથી કચરો નીચે જમા થયા બાદ ત્રણ ફિલ્ટરમાંથી અલગ થઈને ચોખ્ખું પાણી ફરી નદીમાં છોડી શકાશે.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com