180X600.jpg
Jul 25,2016 11:19:14 PM IST
 

સાયણ સબ ડિવિઝનનો ર્ટિમનેટેડ વિદ્યુત સહાયક નોકરીમાં પરત

Sep 05, 2013 02:28 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 644
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા. ૪

ડીજીવીસીએલના સાયણ સબ ડિવિઝનમાં વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ગ્રાહકને વીજ જોડાણ માટે નાણાંની માંગણી કરી હોવાની ફરિયાદ બાદ તપાસમાં ગ્રાહક પાસે નાણાંની માંગણી કરી હોવાનું પુરવાર થતાં ડીજીવીસીએલએ વિદ્યુત સહાયકને નોકરીમાંથી કાયમી ધોરણે કાઢી મૂકવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ડીજીવીસીએલના અધિકારીઓને ઉચ્ચ સ્તરેથી દબાણ આવતા કે પછી આ કેસમાં ખોટી રીતે કાર્યવાહી કરાઈ હોવાના કારણે ફરી પાછો નોકરીમાં લેવાની ફરજ પડી છે.

  • DGVCLએ કાચું કાપ્યું હોવાથી ફરીથી નોકરીમાં લેવો પડયો

સાયણ સબ ડિવિઝન વિસ્તારમાં વીજ જોડાણ માટે અરજી કર્યા બાદ તે ગ્રાહકને ત્યાં વીજ જોડાણ શરૂ કરવા માટે સાયણ સબ ડિવિઝનના વિદ્યુત સહાયક દીપક રોહિતે અરજી કરનાર પાસે નાણાંની માંગણી કરી હતી. જેથી ગ્રાહકે આ અંગેની ફરિયાદ સુરત જિલ્લા કલેક્ટરને કરતાં તેઓએ તપાસનો આદેશ આપ્યો હતો. જે તપાસમાં ગ્રાહક પાસે વીજ જોડાણ માટે નાણાંની માંગણી દીપક રોહિતે કરી હોવાનું પુરવાર થતાં આજે ડીજીવીસીએલની કોર્પોરેટ કચેરીએ તેને કાયમી ધોરણે નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય જુલાઇ માસમાં કર્યો હતો. જે વાતને હજુ બે માસનો પણ સમય થયો નથી ત્યાં તેને ફરી પાછો નોકરીમાં લઇને વાલિયા ખાતે મૂકવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ડીજીવીસીએલએ જે પણ કર્મચારી કે પછી અધિકારીને પણ સસ્પેન્ડ કર્યા હોય તેને પણ છ-છ માસ સુધી નોકરીમાં પરત લેવામાં આવતા નથી. જ્યારે દીપક રોહિતને નોકરીમાં કાઢી મૂક્યો હતો. બે મહિનામાં જ પરત લેવામાં આવતા ડીજીવીસીએલમાં અનેક ચર્ચાઓ શરૂ છે.

 
Share This