180X600.jpg
Jul 01,2016 06:18:26 AM IST
 

ગણવેશ ખરીદીમાં ભાજપ શાસકોની સાથે વહીવટી પાંખના પણ હાથ કાળા

Sep 05, 2013 02:29 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 598
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત,તા. ૪

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરીથી ગણવેશ ખરીદીનું ભૂત ધૂણવા માંડયું છે. ચાલુ વર્ષે માર્ચ-એપ્રિલ દરમિયાન છેક ગયા વર્ષના ગણવેશ અપાયા બાદ હવે એકાએક દિવાળી સુધારવા માટે દિવાળી પહેલાં ખરીદીમાં નિયમોની ઐસીતૈસી કરાઈ રહી હોવાની વિગતો બહાર આવી છે. ચાલુ વર્ષે ખરીદીમાં થઈ રહેલી ઉતાવળ વચ્ચે શાસક પાંખની સાથે વહીવટી પાંખ દ્વારા પણ ધોળા દિવસે તારા બતાવવાની ચાલ રમવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે.

રૂ. ૮૫ લાખ ઉપરાંતના ગણવેશની ખરીદી માટે ચાલુ વર્ષે ત્રણ ટેન્ડર આવ્યાં હતાં. અને તેમાં પણ ટેન્ડરરોએ રિંગ બનાવતા બે ટેન્ડરરોએ ગણવેશના નમૂના જ આપ્યા ન હતા. જેને આધારે એક જ ટેન્ડર ખરીદ સમિતિ દ્વારા ખોલવામાં આવ્યું હતું અને તેના નમૂના પણ ટેસ્ટિંગ માટે મોકલી અપાયા છે. પરંતુ ખૂબીની બાબત એ છે કે, આ ટેન્ડર ખોલાયા બાદ કચેરી દ્વારા એક કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ તૈયાર કરી નોંધ મૂકવાની હોય છે, પરંતુ વહીવટી પાંખ દ્વારા આ સંદર્ભમાં દાળમાં આખું કોળું નાંખી દેવાયું હોવાનું બહાર આવ્યું છે.

ચોંકાવનારી વિગતો એવી બહાર આવી રહી છે કે, ઓફિસ દ્વારા એક જ ટેન્ડર ખુલ્યું હોઇ કોઈ તુલનાત્મક સ્ટેટમેન્ટ તૈયાર કરવાની તસ્દી જ લેવામાં આવી નથી. જેના કારણે રિંગ બનાવનાર ટેન્ડરરોને બખ્ખા થઈ ગયા છે. એક જ ટેન્ડર ખુલ્યું હોય ત્યારે તે લોએસ્ટ છે એમ કઈ રીતે માની શકાય એ પ્રશ્ન સર્જાવા પામ્યો છે.

ખાસ કરીને ગણવેશના પ્રકરણનો ભાંડો ફૂટયા બાદ આજે ખરીદ સમિતિના કન્વીનર કિશોર વાઘેલાએ મોઢે તાળા મારી દીધા હતા જ્યારે બોલકા સભ્ય રાકેશ શાહે પણ મગનું નામ મરી પાડયું ન હતું. આટલું ઓછું હોય એમ આખી ઓફિસને માથે લઈને ચાલતા ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ પ્રવીણ પ્રજાપતિએ પણ ગલીઓ શોધવા માંડી હતી.

વાસ્તવમાં એક ટેન્ડર ખુલ્યા બાદ કચેરી દ્વારા નોંધ મૂકીને સત્તાવાર રીતે શોર્ટ નોટિસથી રિટેન્ડરિંગ કરીને નવા ભાવ અને નમૂના મંગાવાની જરૂર હતી, પરંતુ આ કેસમાં દિવાળી ઉજવવાની લાયમાં થઈ રહેલી ઉતાવળમાં ભાંગરો વટાઈ રહ્યો છે. વાસ્તવમાં સમિતિએ ગયા વર્ષે હાથ ઉપર હાથ ધરીને બેસી રહી હતી અને ખરીદ સમિતિ અને ચેરમેન વચ્ચેની લડાઈને કારણે કોઈ ખરીદી થઈ ન હતી. જેના ગણવેશ આ વર્ષે અપાયા હતા ત્યારે ફરીથી એક જ વર્ષમાં બીજી વખત ગણવેશ ખરીદીને આપવાની ઉતાવળ કરીને પાલિકાના લાખો રૂપિયાનો ધુમાડો સમિતિ શાસકોની અણઆવડતને કારણે થવાની તૈયારી ચાલી રહી છે.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com