180X600.jpg
Sep 03,2015 05:17:25 AM IST
 

કેન્સરની સારવારના બહાને જામીન માંગતી અરજી નામંજૂર

Sep 05, 2013 02:30 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 704
Rate: 1.0
Rating:
Bookmark The Article

સુરતઃ પાંડસરામાં ઉઘરાણીના મામલે હત્યા કરવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપીએ કેન્સરની સારવાર માટે કરેલી જામીનઅરજી આજે એડિશનલ સેશન્સ જજ શ્રી પી.એ.વાઘેલાએ નામંજૂર કરી હતી.

 પાંડેસરામાં ગોવાલક રોડ પર શિવમ સોસાયટીમાં રહેતા બલબીરસિંગ આભાસિંગ ઠાકુરે આ જ વિસ્તારમાં રહેતા સોનુ કાશીનાથને રૂ. ૪૦ હજાર આપવાના થતા હતા. પૈસાની માગણી થતાં તેણે ગત તા. ૨૨-૧૧-૧૨ના રોજ ઉશ્કેરાઈને સોનુ કાશીનાથ પર ચપ્પુથી હુમલો કરતાં તેનું મોત થયું હતું. તેની પત્ની નિલમે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બલબીરની ૨૩-૧૧-૧૨ના રોજ અટક કરી હતી. બલબીરે તેને કેન્સરની ગંભીર બીમારી હોઈ સારવારના બહાને જામીન માંગતી અરજી કરી હતી. આજે તેની સુનાવણીમાં સરકારી વકીલે આરોપીની બીમારી ગંભીર ન હોવાનું તબીબી ર્સિટફિકેટ રજૂ કર્ય્ હતું જેને ધ્યાનમાં લઈ કોર્ટે જામીનઅરજી નામંજૂર કરી હતી.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com