Aug 23,2014 01:08:16 AM IST
 

ન્યૂઝી. 'એ' સામે મનપ્રીત જુનેજાની અડીખમ બેટિંગ

Sep 05, 2013 02:14 Sports
 
comment     E-Mail     Print    
 
Viewed: 1331
Rate: 5.0
Rating:
Bookmark The Article

વિશાખાપટનમ, તા. ૪

અમદાવાદના મનપ્રીત જુનેજાના ૩૩૬ બોલમાં ૧૭૮

અમદાવાદના પ્રતિભાશાળી બેટ્સમેન મનપ્રીત જુનેજાના અડીખમ અણનમ ૧૭૮ રનની સહાયથી પ્રવાસી ન્યૂઝીલેન્ડ 'એ' સામે રમાતી ચાર દિવસીય 'ટેસ્ટ'માં ભારત 'એ'ની ટીમે વળતી લડત આપી છે. પ્રથમ ઇનિંગ્સમાં ન્યૂઝીલેન્ડ 'એ'ના ૪૩૭ સામે ભારત 'એ'ની ટીમે ત્રીજા દિવસને અંતે ૧૨૪ ઓવરમાં ૭ વિકેટે ૪૦૮ રન નોંધાવ્યા હતા. મનપ્રીત જુનેજાએ ૩૩૬ બોલમાં અણનમ ૧૭૮ રન ફટકાર્યા છે, જેમાં ૧૯ બાઉન્ડ્રી-૧ સિક્સરનો સમાવેશ થાય છે. મનપ્રીત જુનેજાએ પ્રથમ કક્ષાની ૧૨મી મેચમાં આ પાંચમી સદી ફટકારી છે. અગાઉ તાજેતરમાં યોજાયેલી એસીસી ઇર્મિંજગ કપમાં પણ મનપ્રીતે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ભારત 'એ' ટીમે ત્રીજા દિવસનો પ્રારંભ ૩૮ ઓવરમાં બે વિકેટે ૯૪ રનથી કર્યો હતો. ઓપનર વીએ જગદીશે ૯૧ રન નોંધાવવા ઉપરાંત મનપ્રીત સાથે ત્રીજી વિકેટ માટે ૧૯૭ રનની ભાગીદારી નોંધાવી હતી. મનપ્રીતે આ પછી સુકાની અભિષેક નાયર સાથે ચોથી વિકેટ માટે ૮૮ રનની ભાગીદારી નોંધાવી સંકટમાંથી ઉગાર્યું હતું. મનપ્રીતની આ અડિખમ ઇનિંગ્સથી ન્યૂઝીલેન્ડ ભારત સામે પ્રભુત્વ જમાવી શક્યું નથી. આવતીકાલે આ મેચનો અંતિમ દિવસ છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com