180X600.jpg
Sep 01,2015 07:33:46 PM IST
 

સેરેના સેમિફાઇનલમાં, લી નાનો ઇતિહાસ

Sep 05, 2013 02:16
 
comment     E-Mail     Print    
 
Viewed: 1695
Rate: 1.0
Rating:
Bookmark The Article

ન્યૂયોર્ક, તા. ૪

ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે સતત બીજી વાર યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ તરફ આગેકૂચ જારી રાખી છે. સ્પેનની કાર્લા સુઆરેઝ નેવરોને ૬-૦, ૬-૦થી માત્ર ૫૨ મિનિટમાં હરાવી સેરેના વિલિયમ્સે યુએસ ઓપનની સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.

  • સેરેનાનો ૫૨ મિનિટમાં વિજય
  • લી ના યુએસ ઓપનની સેમિ.માં પ્રવેશનારી સૌપ્રથમ ચાઇનિઝ પ્લેયર બની

 સેરેના વિલિયમ્સે તેની કારકિર્દીમાં કુલ ૨૫મી વાર ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેરેનાએ આ મુકાબલા દરમિયાન પ્રથમ સેટ ૩૩ અને બીજો સેટ ૩૩ મિનિટમાં પોતાને નામે કર્યો હતો. સેમિફાઇનલમાં સેરેના વિલિયમ્સનો મુકાબલો ચીનની લી ના સામે થશે. પાંચમી ક્રમાંકિત લી નાએ ક્વાર્ટર ફાઇનલમાં એકતારિના મેકારોવા સામે ૬-૪, ૬-૭(૫-૭), ૬-૨થી વિજય મેળવ્યો હતો. આ સાથે જ લી ના યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચનારી ચીનની સૌપ્રથમ પ્લેયર બની ગઇ છે. લી ના અગાઉ ઓસ્ટ્રેલિયન ઓપન-૨૦૧૧માં રનર્સઅપ અને ફ્રેન્ચ ઓપન-૨૦૧૧માં ચેમ્પિયન બની હતી. ક્વાર્ટર ફાઇનલમાં લી નાનો દેખાવ ખૂબ જ સાધારણ રહ્યો હતો અને તેણે ૪૨ અનફોર્સ્ડ એરર ફટકારી હતી. વિમેન્સ સિંગલ્સની ચોથા રાઉન્ડની મેચમાં વિક્ટોરિયા અઝારેન્કાએ એના ઇવાનોવિક સામે ૪-૬, ૬-૩, ૬-૪થી જીત મેળવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં ડેનિયેલા હંતુચોવા-વિક્ટોરિયા અઝારેન્કા અને રોબર્ટા વિન્સી-ફ્લેવિયા પેનેટા વચ્ચે મુકાબલો થશે.

પેસ-સ્ટિપાનેક ડબલ્સની સેમિફાઇનલમાં લિએન્ડર પેસ-રાડેક સ્ટિપાનેકે પાકિસ્તાનના ઐસામ ઉલ હક કુરેશી-જીન જુલિયન રોજરને ૬-૧, ૬-૭(૩), ૬-૪થી હરાવી મેન્સ ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમિફાઇનલમાં પેસની જોડીની ખરી કસોટી થશે જ્યાં તેમનો મુકાબલો અમેરિકાના બોબ-માઇક બ્રાયન સામે થશે.

ક્વાર્ટર ફાઇનલ લાઇનઅપ મેન્સ સિંગલ્સ

નોવાક જોકોવિચ
વિ. મિખેઇલ યોઝની
એન્ડી મરે
વિ. સ્ટેનિસ્લાસ વોવરિકના
રિચાર્ડ ગાસ્કેટ
વિ. ડેવિડ ફેરર
ટોમી રોબ્રેડો
વિ. રફેલ નડાલ
નોવાક જોકોવિચ, મરે ક્વાર્ટર ફાઇનલમાં

મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં નોવાક જોકોવિચ-એન્ડી મરેની ટક્કર હવે માત્ર એક મેચ દૂર છે. ચોથા રાઉન્ડમાં જોકોવિચે સ્પેનના ગ્રેનોલર્સ સામે ૬-૩, ૬-૦, ૬-૦થી માત્ર ૭૯ મિનિટમાં વિજય મેળવ્યો હતો, જોકોવિચે પ્રથમ સેટ ૩૫, બીજો સેટ ૨૩ અને ત્રીજો સેટ ૨૧ મિનિટમાં પોતાને નામે કર્યો હતો, બીજી તરફ એન્ડી મરેએ ડેનિસ ઇસ્તોમિન સામે ૬-૭(૫-૭), ૬-૧, ૬-૪, ૬-૪થી સંઘર્ષ બાદ વિજય મેળવ્યો હતો. જોકોવિચ-મરે ક્વાર્ટર ફાઇનલમાં જીતશે તો તેમના વચ્ચે સેમિફાઇનલમાં મુકાબલો થશે. ચોથા રાઉન્ડના અન્ય મુકાબલામાં મિખેઇલ યોઝનીએ લેટન હેવિટ સામે ૬-૩, ૩-૬, ૬-૭(૩-૭), ૬-૪, ૭-૫થી, સ્ટેનિસ્લાસ વોવરિકનાએ ટોમસ ર્બિડચ સામે ૩-૬, ૬-૧, ૭-૬(૮-૬), ૬-૨થી વિજય મેળવ્યો હતો.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com