Jul 28,2014 09:42:54 AM IST
 

'સચિન ફોર્મમાં નહિ હોય તો ડ્રોપ કરાશે'

Sep 05, 2013 02:19 Sports
 
comment     E-Mail     Print    
 
Viewed: 3898
Rate: 3.5
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૪

સચિન તેંડુલકર કારકિર્દીની ૨૦૦મી ટેસ્ટ મેચમાં રમે એ સાથે જ તેને ગ્રાન્ડફેરવેલ આપી દેવા બીસીસીઆઇના કેટલાક ટોચના અધિકારીએ વિચારણા કરી રહ્યા છે.

  • વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણી બાદ સચિનના રેકોર્ડ નહિ તેનું વર્તમાન ફોર્મ જોવાશે : બોર્ડ અધિકારી

 બીસીસીઆઇના એક ટોચના અધિકારીએ આ વિષે સંકેત આપતાં જણાવ્યું હતું કે 'નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી બાદ પણ સચિન તેંડુલકર કારકિર્દી જારી રાખવા માગતો હશે તો પસંદગી સમિતિ તેના અગાઉના રેકોર્ડ્સને નહીં એ સમયના ફોર્મને ધ્યાનમાં લેશે. સચિન તેંડુલકરે વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં અપેક્ષા અનુસાર દેખાવ નહીં કર્યો હોય તો તેને આગામી શ્રેણીની ટીમમાંથી ડ્રોપ પણ કરાઇ શકે છે. ' ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકર છેલ્લી ૩૮ ટેસ્ટ ઇનિંગ્સથી એકેય સદી ફટકારી શક્યો નથી. છેલ્લા બે વર્ષમાં ભારતના ટેસ્ટ વિજયમાં સચિન તેંડુલકરની એવરેજ માત્ર ૨૯ છે.

સચિન તેંડુલકરને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ૨૦૦મી ટેસ્ટ વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે '૨૦૦મી ટેસ્ટને હજુ ઘણી વાર છે. હાલ મારું લક્ષ્યાંક ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦માં સારું પ્રદર્શન કરવાનું છે. રહી વાત નિવૃત્તિની તો તેની હું યોગ્ય સમયે જાહેરાત કરી જ દેવાનો છું. ' કારકિર્દીના આ અંતિમ પડાવે આક્રમક્તામાં ઘટાડો થયો છે કે કેમ તે વિષે પૂછતાં સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે 'તમે અનુભવ મેળવો તેમ એક જ પરિસ્થિતિનું અલગ રીતે મૂલ્યાંકન કરતાં શીખી જાવ છો. કારકિર્દી શરૂ કરી હોય અને નિવૃત્તિ લીધી હોય એ દરમિયાન એકસમાન જ રહ્યો હોય તેવી એકેય વ્યક્તિને હું મળ્યો નથી.

છેલ્લાં ત્રણ વર્ષમાં સચિન તેંડુલકર

વર્ષ
ટેસ્ટ
રન
એવરેજ
૧૦૦/૫૦
૨૦૧૧
૦૯
૭૫૬
૪૭.૨૫
૧/૫
૨૦૧૨
૦૦૯
૩૫૭
૨૩.૮૦
૦/૨
૨૦૧૩
૧૯૨
૩૨.૦૦
૦/૧
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com