Apr 24,2014 07:01:42 AM IST
 

મંદીનો માહોલ છતાં પણ ત્રણ ઓટો કંપનીઓ રૂ.૧૫,૫૦૦ કરોડ રોકશે

Sep 05, 2013 02:35 Business > Business News
 
comment     E-Mail     Print    
 
Viewed: 358
Rate: 0
Rating:
Bookmark The Article

તા.૪

દેશમાં હાલ મંદીની સ્થિતિ ચાલી રહી છે. સિયામના જાહેર થયેલા આંકડા અનુસાર ઓટો કંપનીઓના વેચાણના આંકડા સતત ગગડી રહ્યા છે. તેમ છતાં પણ ઓટો કંપનીઓને દેશમાં ફ્યૂચર ડિમાન્ડ સારી લાગી રહી છે. જેને પગલે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, તાતા મોટર્સ અને હોન્ડા એમ કુલ ત્રણ કંપનીઓ મળીને દેશમાં કુલ રૂ.૧૫,૫૦૦ કરોડનું રોકાણ કરવા જઈ રહી છે.

 વિગતે જોઈએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આગામી ત્રણ વર્ષ દરમિયાન કુલ રૂ.૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. જેમાંથી કંપની દ્વારા રૂ.૭૫૦૦ કરોડ કોપેક્સમાં અને બાકીના રૂ.૨૫૦૦ કરોડ નવી પ્રોડક્ટના લોન્ચિંગ માટે રોકવામાં આવશે. આ માટે કંપની નવા પ્લાન્ટ માટે લોકેશનની શોધ કરી રહી છે જ્યાં નવી પ્રોડક્ટનું ઉત્પાદન કાર્ય કરવામાં આવશે.

 તાતા મોટર્સે પણ રૂ.૩૦૦૦ કરોડનું રોકાણ કરવાનો પ્લાન કર્યો છે. તાજેતરની સ્થિતિ જોતા રોકાણનો નિર્ણય કેટલો યોગ્ય છે તેવા પ્રશ્નના જવાબમાં તાતા મોટર્સે જણાવ્યું કે, 'અમે ઓટોમોબાઇલના બિઝનેસમાં છીએ એટલે અમારે હંમેશાં આશાવાદી રહેવું જરૂરી છે તેમજ તેમાં પેશન પણ ખૂબ જ મહત્ત્વનું છે. અમારે બજારમાં ટકી રહેવા માટે હંમેશાં નવી પ્રોડક્ટ વિશે વિચારતાં રહેવું પડે છે.'

આ ઉપરાંત હોન્ડા કાર ઇન્ડિયા પણ એપ્રિલમાં જાહેર કરવામાં આવેલા રૂ.૨૫૦૦ કરોડના રોકાણને કન્ટીન્યુ કરશે. કંપની નવી કારની એસેમ્બ્લી લાઇનમાં, ડિઝલ એન્જિન પ્લાન્ટ અને વિદેશી પ્લાન્ટ માટે એમ કુલ ત્રણ જુદા જુદા વિકલ્પો માટે રાજસ્થાનના તાપુકારા ખાતે રોકાણ કરશે.             

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com