Jun 30,2015 10:14:59 PM IST
 

સર્વિસ PMI પણ ચાર વર્ષના તળિયે

Sep 05, 2013 02:37 Business >
 
comment     E-Mail     Print    
 
Viewed: 464
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા.૪

મેન્યૂફેક્ચરિંગ સેક્ટર બાદ સર્વિસ સેક્ટરના પીએમઆઇ એ આંચકો આપ્યો છે. ઓગસ્ટમાં એચએસબીસી સર્વિસ પીએમઆઇ ૪૭.૬ આવ્યો છે જે વર્ષ ૨૦૦૯ બાદનું સૌથી નીચો વૃદ્ધિદર છે.

  • કમ્પોઝિટ ઇન્ડેક્સ સતત બીજા મહિને નેગેટિવ ઝોનમાં

જુલાઇમાં સર્વિસ પીએમઆઇ ૪૭.૯ નોંધાયો હતો. સર્વિસ સેક્ટરના નકારાત્મક દરથી સ્થિતિ વધુ ગંભીર બની છે. કારણ કે, પીએમઆઇ ૫૦ની નીચે હોવું એ ડાઉનટ્રેન્ડ છે. મેન્યૂફેક્ચરિંગ સેક્ટરની મંદીથી સર્વિસ સેક્ટરના કામકાજ ઘટયાં છે. મોટાભાગના સર્વિસ ક્ષેત્રની બિઝનેસ એક્ટિવિટી ઘટી છે. જેમાં ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજ સર્વિસમાં સૌથી વધુ નેગેટિવ ગ્રોથ નોંધાયો છે. ઉપરાંત નવા બિઝનેસ વિસ્તરણની પ્રક્રિયા ઘટતા સર્વિસ સેક્ટર પર મંદીના વાદળો છવાયા છે જેની અસર રોજગારીનું સર્જન પણ ઘટયું છે. ઉત્પાદન ખર્ચ વધતા ભારતના ફેક્ટરીની સાથે સર્વિસ સેક્ટરના આઉટપૂટમાં પણ છેલ્લા છ માસનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.

ઓગસ્ટનો એચએસબીસી કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ ગગડીને ૪૭.૬ આવ્યો છે. જે વર્ષ ૨૦૧૩નું બોટમ છે. જુલાઇમાં ૪૮.૪ કમ્પોઝિટ ઇન્ડેકસ જોવાયો હતો. મેન્યૂફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો નકારાત્મક વૃદ્ધિદરથી કમ્પોઝિટ ઇન્ડેકસ સતત બીજા મહિને ૫૦ની નીચે રહ્યો છે. ખાનગી કંપનીઓનું મેન્યૂ. અને સર્વિસ કામકાજ ઘટતા ઉપરોક્ત બન્ને સેક્ટરમાં મંદીના ભણકારા સંભળ્યાઇ રહ્યાં છે.

ચીનનો સર્વિસ પીએમઆઇ પાંચ માસની ટોચે

ચીનમાં આથિક રિકવરીના સંકેત મળી રહ્યાં છે. મેન્યુ. બાદ ઓગસ્ટર મહિનાનો સર્વિસ સેક્ટરનો એચએસબીસી પીએમઆઇ ૫૨.૮ આવ્યો છે જે પાંચ માસની ઊંચી સપાટી છે. જુલાઇમાં ૫૧.૩ સર્વિસ પીએમઆઇ નોંધાયો હતો. નવા બિઝનેસના આગમનથી મેન્યૂ. સેક્ટરની સાથે સર્વિસની પણ ડિમાન્ડ વધી છે. જેથી નોન-મેન્યૂ. સેક્ટરમાં તેજી આવી છે. ઇનપૂટ કોસ્ટ વધતાં છેલ્લા ચાર માસમાં પેહલી વખત ઉત્પાદન ખર્ચ વધ્યું છે. ચાઇનિઝ પોલિસી મેકર દ્વારા અસરકારક પગલાં લેવાતા મંદીના સકંજામાંથી બહાર આવ્યું છે. વર્ષ ૨૦૧૨માં ચાઇનિઝ ઇકોનોમિમાં સર્વિસ ઇન્ડ. ૪૫ ટકા હિસ્સા સાથે સૌથી વધુ રોજગારી આપી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com