Jul 03,2015 02:54:23 AM IST
 

રૂપિયો ૫૬ પૈસા વધી ૬૭.૦૭ બંધ

Sep 05, 2013 02:39 Business >
 
comment     E-Mail     Print    
 
Viewed: 457
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ ,તા.૪

ડોલર સામે રૂપિયો બુધવારે ૫૬ પૈસાના સુધારામાં ૬૭.૦૭ બંધ રહ્યો છે દિવસ દરમિયાન બે-તરફી વધ-ઘટમાં નીચામાં ૬૮.૬૨નું બોટમ બન્યુ હતું.ત્યાંથી સામે બાઉન્સ બેક જોવાયું હતું.

૧૪ ઓગ.ના રોજ કેપિટલ આઉટફલોને રોકવા ભારતીય કંપનીઓ દ્વારા વિદેશમાં રોકાણ તેમજ વ્યકિતગત ધોરણે રેમિટન્સીસ ઉપર જે અંકુશ લાદવામાં આવ્યા હતા તેમાં કેટલીક છૂટછાટ જાહેર કરવાનું રિઝર્વબેંકનું પગલું રૂપિયાની મજબૂતીમાં સહાયક બન્યુ હતું. કેમકે તેનાથી સરકાર અને રિઝર્વબેન્ક કેપિટલ કન્ટ્રોલના માર્ગે જઇ રહી હોવાની જે ભીતિ જાગી હતી.તે હવે દૂર થઇ છે. આ ઉપરાંત ડોલર ૬૮ના લેવલની પાર થતાં મધ્યસ્થ બેન્ક દ્વારા બજારમાં ડોલરની વેચવાલી કરાઇ હતી. તે પણ ગઇકાલે રૂપિયાના સુધારામાં કામ કરી ગઇ હતી. ૧૦ વર્ષના બોન્ડનું યીલ્ડ ૮.૫૮ ટકાના આગલા બંધથી ઘટી બુધવારે ૮.૩૯ ટકા રહ્યુ હતું.

+
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com