180X600.jpg
Apr 29,2016 09:26:18 PM IST
 

કરાચીની બ્લેક ઇકોનોમી દ્વારા રોજ ૮૩ કરોડનો કારોબાર

Sep 05, 2013 02:46
 
comment     E-Mail     Print    
 
Viewed: 1303
Rate: 0
Rating:
Bookmark The Article

કરાચી :

પાકિસ્તાનમાં એક તરફ તાલિબાનનો આતંક હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ લૂખાઓની ક્રિમિનલ ગેંગ દ્વારા લોકો પાસેથી દાદાગીરી કરીને પૈસા પડાવવાના પેંતરા વધ્યા છે.

  • ખંડણી, અપહરણ, લૂખાગીરી અને વીજળીનાં ગેરકાયદે જોડાણોથી પૈસાનું સર્જન

 કરાચી આમ તો પાકિસ્તાનનું આર્થિક પાટનગર ગણાય છે પણ સમાંત બ્લેક ઇકોનોમી ચાલી રહી છે જ્યાં સક્રિય ક્રિમિનલ ગેંગ દ્વારા દરરોજ રૂ. ૮૩ કરોડનો કારોબાર કરવામાં આવે છે. લૂખાઓની ગેંગ દ્વારા લોકોનું અપહરણ કરીને ખંડણી માગવાના કિસ્સા વધ્યા છે, તો શેરીઓમાં નાનામોટા ગુનાઓ આચરવામાં આવે છે. પાર્કિંગના ગેરકાયદે પ્લોટ્સનો વહીવટ કરીને પૈસા પડાવવામાં આવે છે. શેરીઓ અને રસ્તાઓ પર છૂટક વેપાર કરતાં લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે અને વીજળીનાં ગેરકાયદે જોડાણો આપીને લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે.

કરાચીના જુદા જુદા વિસ્તારોમાં લોકો પાસેથી બળજબરી કરી રૂ. ૧ કરોડ પડાવવામાં આવે છે જ્યારે લોકોનું અપહરણ કરીને ૫ કરોડની ખંડણી વસૂલવામાં આવે છે તેવું પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ દ્વારા જણાવવામાં આવ્યું છે. શહેરમાં ૫૦૦ જેટલા ગેરકાયદે પાર્કિંગની જગ્યાઓ લૂખાઓ દ્વારા રોકવામાં આવી છે જ્યાં લોકો પાસેથી ખોટી રીતે રૂ. ૨૪ લાખ પડાવવામાં આવે છે જ્યારે રસ્તા પર ચીજવસ્તુઓ વેચતા ફેરિયાઓ પાસેથી રૂ. ૮.૨૫ કરોડ પડાવવામાં આવે છે. આ બ્લેક ઇકોનોમીમાં પોલીસ ગુંડા તત્ત્વો અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠ છે.

કરાચીમાં ૫૫,૦૦૦ ફેરિયાઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્ટોલ્સ નાખીને વેપાર કરે છે જ્યારે પાણીના માફિયાઓ દ્વારા ૨૭.૨ કરોડ ગેલન પાણી ગેરકાયદે લોકોને આપવામાં આવે છે જેના દ્વારા દરરોજ રૂ. ૧૦ કરોડની કમાણી કરવામાં આવે છે. માદક દ્રવ્યો વેચીને રૂ. ૧૫ કરોડ એકઠા કરવામાં આવે છે. કરાચીમાં જમીનના માફિયાઓએ ૩૦,૦૦૦ એકર જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે જેના દ્વારા દરરોજ રૂ. ૨૩ કરોડની કમાણી કરવામાં આવે છે. શહેરની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર ટ્રાન્સફર માફિયાઓનો કબજો છે જેના દ્વારા બસો અને રિક્ષાવાળાઓ પાસેથી દરરોજ ૧ કરોડની રકમ ઉઘરાવવામાં આવે છે. દરરોજ રૂ. ૧ કરોડની વીજળી ચોરવામાં આવે છે અને ૪,૦૦૦થી ૫,૦૦૦ ગેરકાયદે વીજળીજોડાણો આપવામાં આવે છે.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com