Jul 01,2015 10:23:53 PM IST
 

પગ અને હાથથી પેડલ મરાશે!

Sep 05, 2013 02:47
 
comment     E-Mail     Print    
 
Viewed: 902
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન :

અત્યાર સુધી સાઇકલની જુદી જુદી ડિઝાઇન શોધવામાં આવી છે પરંતુ એવી ડિઝાઇન ક્યારેય શોધવામાં આવી નથી જેનાં પર સાઇકલિસ્ટ હાથ અને પગ બન્નેથી પેડલ મારી શકતો હોય. જર્મનીમાં માર્ટિન ક્રેઇસ નામની વ્યક્તિએ વેરિબાઇક નામની સાઇકલની શોધ કરી છે. આ સાઇકલની કિંમત ૪,૦૦૦ ડોલર રાખવામાં આવી છે. વેરિબાઇક નામની સાઇકલની રચના એવી રીતે કરવામાં આવી છે કે સામાન્ય સાઇકલની સરખામણીમાં તેને વધુ ઝડપથી ચલાવી શકાય છે. ક્રેસ જણાવે છે કે, સામાન્ય રીતે સાઇકલ ઉપર બેઠેલી વ્યક્તિ પગથી પેડલ મારતી હોય છે અને તેનું શરીર સ્થિર રહેતું હોવાથી કોઇ કસરત કરી શકાતી નથી. આ સાઇકલમાં હાથ અને પગ બન્ને વડે પેડલ મારી શકાય છે અને આરામદાયક રીતે સાઇકલ ચલાવી શકાય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com