180X600.jpg
Jul 29,2016 03:39:04 PM IST
 

૧૮૭૦ પછી માનવીની સરેરાશ ઊંચાઇ ૧૧ સે.મી. વધી

Sep 05, 2013 02:49
 
comment     E-Mail     Print    
 
Viewed: 616
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન :

માનવીની સરેરાશ ઊંચાઈમાં ૧૮૭૦ પછીનાં દાયકામાં ૧૧ સે.મી.નો વધારો થયો હોવાનું નિષ્ણાતોનું તારણ છે. યુરોપનાં ૧૫ દેશોનાં હજારો લોકોની ઊંચાઈનો ડેટા એકઠો કરીને તેનો અભ્યાસ કરાયો હતો જેમાં ૧૮૭૧થી ૧૮૭૫માં ૨૧ વર્ષની ઉંમરનાં માનવીની ઊંચાઇ ૧૬૭.૦૫ સે.મી. એટલે કે ૫ ફૂટ ૫ ઈંચ નોંધાઈ હતી જે ૧૯૭૧થી ૧૯૭૫ના ગાળામાં એટલે કે ૧૦૦ વર્ષમાં ૧૧ સે.મી. વધીને ૧૭૭.૩૭ સે.મી. એટલે કે ૫ ફૂટ ૧૦ ઈંચ થઈ હતી.

  • વ્યક્તિનાં જિન્સનાં આધારે તેમાં ફેરફાર થતો રહે છે

 સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે ઊંચાઇ એ માનવીની તંદુરસ્તી માપવા માટેનું મહત્ત્વનું પરિબળ છે પણ સ્વાસ્થ્યમાં સુધારા માટે તે કેટલું કામ કરે છે તે નક્કી કરવું મુશ્કેલ છે. ઓક્સફર્ડ ઈકોનોમિક પેપર્સમાં પ્રસિદ્ધ થયેલા આ અભ્યાસમાં યુરોપનાં ૧૫ દેશોનાં લશ્કરી રેકોર્ડ અને ૧૮૭૦થી ૧૯૮૦નાં ગાળામાં કરાયેલા સર્વેનાં ્તારણો રજૂ કરવામાં આવ્યા હતા. જો કે અભ્યાસમાં દર્શાવેલી ઊંચાઇ ફક્ત પુરુષોને લગતી જ વિગતો હતી જ્યારે મહિલાની ઊંચાઈને લગતા ડેટા તેમાં સમાવાયા નહોતા. માનવીની ઊંચાઈમાં સામાન્ય રીતે વ્યક્તિનાં જીન્સને આધારે વધઘટ થતી હોય છે પણ વ્યક્તિઓ પ્રમાણે તેમાં ફેરફાર થતો રહે છે. વ્યક્તિનાં જીવનનાં પહેલા બે વર્ષમાં તેનું જીવન કેવું છે તેની ઊંચાઇ પર અસર પડતી હોય છે. નાનપણમાં બાળકને ડાયેરિયા જેવા રોગ થાય અને તેને કારણે તંદુરસ્તી પર અસર પડે તો નાનપણમાં વ્યક્તિની ઊંચાઇ પર તેની અસર થતી હોય છે.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com