Oct 21,2014 03:49:43 PM IST
 

સીરિયા પર હુમલા મુદ્દે અમારી પ્રતિષ્ઠા દાવ પર : ઓબામા

Sep 05, 2013 02:50 World
 
comment     E-Mail     Print    
 
Viewed: 3640
Rate: 2.5
Rating:
Bookmark The Article

વોશિંગ્ટન, તા. ૪

સીરિયા ઉપર હુમલા મામલે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની બર્બરતા સામે અમે ચૂપ રહી શકીએ નહિ અને સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયની શાખ દાવ પર લાગેલી છે.

  • અમેરિકા સીરિયા ઉપર ૯૦ દિવસ સુધી સૈન્યકાર્યવાહી કરશે

સીરિયા ઉપર હુમલા મામલે રશિયન પ્રમુખ પુતિનની ચેતવણી છતાં ઓબામાએ પોતાનો નિશ્ચય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ હુમલા અંગે સ્વીડનના વડાપ્રધાન સાથે ચર્ચા કરવામાં આવી છે અને આ પ્રકારની ઘટના સામે પગલાં લેવા આંતરરાષ્ટ્રીય સમુદાય ચૂપ રહી શકે નહી. ઓબામાએ જણાવ્યું હતું કે, જો સીરિયા ઉપર હુમલો નહી કરવામાં આવે તો ભવિષ્યમાં અન્ય દેશો પણ આ પ્રકારના શસ્ત્રોનો વપરાશ કરશે અને સમગ્ર દુનિયા ઉપર જોખમ પેદા થશે. ઓબામાએ કહ્યું કે, સીરિયા ઉપર સૈન્ય કાર્યવાહી કરવા મામલે માત્ર મારી જ નહિ પરંતુ સમગ્ર આતંરરાષ્ટ્રીય સમુદાયની વિશ્વસનિયતા દાવ પર લાગેલી છે. આ મામલે અમેરિકન સંસદની પણ શાખ દાવ પર લાગેલી છે કારણ કે અમે આંતરરાષ્ટ્રીય નિયમોને ખૂબ જ મહત્ત્વના માનીએ છીએ.

સીરિયા ઉપર સૈન્યકાર્યવાહી કરવા માટે અમેરિકન પ્રમુખ બરાક ઓબામાનો રસ્તો સાફ થઈ ગયો છે. મંગળવારે ઓબામાને રિપબ્લિકન પાર્ટીના ટોચના નેતાનું મહત્ત્વનું સમર્થન પ્રાપ્ત થયું હતું. સીરિયામાં નાગરિકો ઉપર વપરાયેલા કેમિકલ વેપન્સના વિરોધમાં ડેમોક્રેટિક પાર્ટીના અને રિપબ્લિકન પાર્ટીના ટોચના સાંસદોએ અમેરિકા સરકારને સૈન્યકાર્યવાહી કરવા સમર્થન આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે અમેરિકાને સીરિયાની સામે ૯૦ દિવસ સુધી સૈન્યકાર્યવાહી કરવાની મંજૂરી આપે છે.

સીરિયા ઉપર કાર્યવાહી સામે પુતિનની પશ્ચિમી દેશોને ચેતવણી

સીરિયા ઉપર એક તરફી કાર્યવાહી સામે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પશ્ચિમના દેશોને ચેતવણી આપી હતી, પરંતુ જો સીરિયાએ કેમિકલ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હોવાનું પુરવાર થાય તો યુએન દ્વારા હાથ ધરાયેલી સૈન્યકાર્યવાહીનો તે વિરોધ કરશે કે નહિ તે અંગે રશિયાએ કોઇ સ્પષ્ટતા નહોતી કરી. પુતિને જણાવ્યું હતું કે સીરિયા ઉપર પશ્ચિમી દેશો દ્વારા હુમલો કરવામાં આવે તો તેને વધારે મિસાઇલ પૂરી પાડી શકે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com