180X600.jpg
Feb 09,2016 03:11:19 PM IST
 

બે વર્ષની સજા પામેલા સાંસદો અને ધારાસભ્યો ગેરલાયક જ ઠરશે

Sep 05, 2013 03:05
 
comment     E-Mail     Print    
 
Viewed: 911
Rate: 5.0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૪

ગુનાઇત ભૂતકાળ ધરાવતા અને જેમની સામે ક્રિમિનલ કોર્ટકેસ ચાલતા હોય તેવા સાંસદો તેમજ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવતા પોતાના ચુકાદાને સુપ્રીમે યથાર્થ ઠેરવ્યો છે અને આ મુદ્દે પોતાના ચુકાદાની સમીક્ષા કરવાની કેન્દ્રની રિવ્યૂ પિટિશન સુપ્રીમ દ્વારા ફગાવવામાં આવી છે.

  • કેન્દ્ર સરકારની રિવ્યૂ પિટિશન સુપ્રીમે ફગાવી
  • જેલમાં રહીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકતા ચુકાદાની સમીક્ષા કરાશે

જોકે ધરપકડ કરાયેલ અને જેલમાં રહીને વ્યક્તિઓને ચૂંટણી લડતા રોકવાના પોતાના ચુકાદાની સમીક્ષા કરવા સુપ્રીમે તૈયારી દર્શાવી છે. અગાઉ ૨૨ આગસ્ટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા કોઈ પણ ગુનામાં દોષિત ઠરેલા સાંસદોને ગેરલાયક નહિ ઠેરવવા અને જ્યાં સુધી કોર્ટમાં તેમની સામેની અપીલ પેન્ડિંગ હોય ત્યાં સુધી સંસદમાં તેમનું સભ્યપદ યથાવત્ ચાલુ રાખવાની પણ તેમના વોટિંગ રાઇટ્સ સ્થગિત કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી, આવા સાંસદોના પગાર અને ભથ્થાં રોકવાની પણ દરખાસ્ત કરવામાં આવી હતી.

શું હતો સુપ્રીમનો ચુકાદો?

સુપ્રીમે અગાઉ એવો ચુકાદો આપ્યો હતો કે જેમને ક્રિમિનલ ગુનામાં બે વર્ષની સજા કરાઈ હોય તેવા સાંસદો અને ધારાસભ્યોએ ભલે ઊપલી કોર્ટમાં અપીલ કરી હોય પણ તેમનું સભ્યપદ તત્કાલ ગેરલાયક ઠરશે. સુપ્રીમના આ ચુકાદા પછી કાયદામાં સુધારો કરવાનું જરૂરી બન્યું હતું. બીજા એક ચુકાદામાં કોર્ટે એવું ઠરાવ્યું હતું કે કોઈ વ્યક્તિ જેલમાં હોય અને વોટ આપવાની સ્થિતિમાં ન હોય તો તેને ચૂંટણી લડવાનો પણ અધિકાર રહેશે નહીં. સુપ્રીમના આ બંને ચુકાદાઓનો રાજકીય પક્ષો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે આ બંને ચુકાદાઓની સમીક્ષા કરવા સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન કરી હતી.

 
Share This



 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com