Nov 01,2014 03:32:54 AM IST
 

આસારામને જામીન ન મળ્યા : જેલમાં રહેશે

Sep 05, 2013 03:06 National
 
comment     E-Mail     Print    
 
Viewed: 3728
Rate: 5.0
Rating:
Bookmark The Article

જોધપુર, તા. ૪

ધર્મનાં નામે ધતિંગ ચલાવનાર આસારામની જામીનઅરજી આખરે જોધપુર કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. આસારામના જામીન ફગાવવામાં આવતાં હવે તેમણે ૧૫ સપ્ટેમ્બર સુધી જેલમાં જ રહેવું પડશે, બીજી તરફ જે કિશોરી સાથે આસારામે અડપલાં કર્યાં છે તે કિશોરી સગીર હોવાનું તેનાં સ્કૂલર્સિટફિકેટ પરથી પુરવાર થયું છે.

  • જામીન માટે હાઈકોર્ટમાં જઈશ -વકીલ
  • સ્કૂલર્સિટફિકેટ પરથી કિશોરી સગીર હોવાનું પુરવાર થયું
  • આસારામના બે સાથી શિલ્પા, પ્રકાશ હજી ફરાર

 આસારામના જામીન ફગાવાયા પછી બચાવપક્ષના વકીલે કોર્ટના આદેશનો અભ્યાસ કર્યા પછી હાઈકોર્ટમાં જામીનઅરજી કરવાના સંકેતો આપ્યા હતા. સરકારી વકીલે કહ્યું હતું કે જો આસારામને જામીન પર છોડવામાં આવશે તો તેઓ પુરાવા સાથે ચેડાં કરીને તેમજ સાક્ષીઓને ધમકીઓ આપીને તપાસને અસર કરી શકે છે, આથી તેમના જામીન મંજૂર કર્યા વિના કોર્ટે તેને ફગાવવા જોઈએ.

કોર્ટમાં કેવી દલીલો થઈ

બચાવપક્ષની દલીલો
  • યુવતીની ઉંમર ૧૮ વર્ષથી વધુ છે
  • છ વર્ષે ભણવા બેઠી હોય તો ૧૨માં ધોરણમાં હોય ત્યારે ૧૮ વર્ષની હોય
  • છોકરી સગીર નથી એટલે પોસ્કો લાગી શકે નહીં
  • યુવતીએ ફરિયાદ કરવામાં પાંચ દિવસ લગાડયા તે કાવતરું જણાય છે
  • ઘટના જોધપુરમાં બની છે તો ફરિયાદ દિલ્હીમાં કેમ નોંધાવવામાં આવી ?

સરકારી વકીલની દલીલો

  • યુવતીની ઉંમર હાઈસ્કૂલ ર્સિટફિકેટ મુજબ ૧૬ વર્ષ છે
  • સ્કૂલના ર્સિટફિકેટને જ સાચું માનવું પડે. એમાં ૧૬ વર્ષ થાય છે
  • છોકરી સગીર જ છે એટલે પોસ્કો લગાડયો તે બરાબર છે
  • યુવતી આઘાતમાં હતી એટલે ફરિયાદ નોંધાવવામાં મોડું થયું છે
  • યુવતી અને તેનો પરિવાર આસારામને મળવા દિલ્હી ગયા હતા એટલે ત્યાં ફરિયાદ નોંધાવી હતી

કઈ બે દલીલોથી જામીન ફગાવાયા

કિશોરીની ઉંમર અંગે આસારામના વકીલે કરેલી દલીલના જવાબમાં સરકારી વકીલે સ્કૂલનું ર્સિટફિકેટ રજૂ કર્યું હતું જેના પરથી તે સગીર હોવાનું પુરવાર થતાં બચાવપક્ષની દલીલ ફગાવાઈ હતી. આસારામ વૃદ્ધ અને બીમાર છે તેવી બીજી દલીલ પણ કોર્ટે ફગાવી હતી. સરકારી વકીલે કહ્યું હતું કે આસારામના બે સાથી શિલ્પા અને પ્રકાશ હજી ફરાર છે તેથી તે કેસને માઠી અસર પહોંચાડી શકે છે.

ડીસીપી લાંબાને ધમકી આપતો પત્ર મળ્યો

આસારામ દ્વારા સગીર બાળા પર કરાયેલા બળાત્કારના કેસની તપાસ કરી રહેલા ડીસીપી એ. પી. લાંબાને ધમકી આપતો પત્ર મોકલવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ડીસીપીને કેસ અંગે ધમકી આપતો પત્ર ઉત્તર પ્રદેશથી ફેકસ કરવામાં આવ્યો હતો.

અન્ય અધિકારીઓને લાંચનો પ્રયાસ થયો હતો

સગીર બાળા પર બળાત્કારની ફરીયાદ દાખલ થયા બાદ આસારામને પૂછપરછ માટે જોધપુર હાજર થવા જણાવ્યું હતું પણ તે ભાગતા ફરતા હતા. છેવટે જોધપુર પોલીસ જ્યારે આસારામને પકડવા ઈન્દોર પહોંચી ત્યારે કેટલાક અધિકારીઓને કેસ દબાવવા લાંચ આપવાનો પ્રયાસ કરાયો હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com