Sep 03,2014 07:35:42 AM IST
 

પોલીસની મહેરબાનીથી 'તમે' ડેવલપ છોઃ વાઘેલા

Sep 05, 2013 03:26 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1350
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ :

મોદી અને ભાજપ સરકાર સામે આક્ષેપ કરતાં વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ''ગોધરાકાંડનું કાવતરું, અક્ષરધામનું કાવતરું, હરેન પંડયાની હત્યા બાદ થયેલાં એન્કાઉન્ટરો વગરેમાં ભાજપ સરકારના કાવતરાના બૂ આવે છે. પ્રજામા ભય ઊભો કરીને, દરેક એક્શનનું રિએક્શન આપીને, રક્ષકમાંથી ભક્ષક બનવાનું ૨૦૦૨થી શરૂ કર્યું અને એ રીતે ત્રીજી વખત સત્તા મેળવી છે. મોદી જેમને જાંબાઝ અધિકારી કહેતા હતા તે જાંબાઝ અધિકારીઓ જેલમાંથી બાંગ પોકારી રહ્યાં છે. પોતાની પાછળ સીબીઆઈ પડી છે તેમ ગુજરાત પાછળ સીબીઆઈ પડી છે તેમ સતત કહેતા હતા તેમને ખ્યાલ હોવો જોઈએ કે જાંબાઝ પોલીસ અધિકારીઓ સરકાર પાછળ પડયા છે. ડેવલપમેન્ટ...ડેવલપમેન્ટ દેશભરમાં વાત કરતા હતા પરંતુ પોલીસ ખાતાની મહેરબાનીથી તમે ડેવલપ છો.'' વણઝારાએ પત્રમાં 'અમારી સાથે બિયરેયલ અને ટ્રેજડી થઈ છે' તેમ લખ્યું છે આ મામલે શંકરસિંહે કહ્યું હતું કે, ''આ ફ્રોડ ભગવાન છે તે ભક્તો(વણઝારા)ને મોડે મોડે સમજાયું.''

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com