180X600.jpg
Aug 30,2015 03:21:23 PM IST
 

છઠ્ઠીએ 'ગુજરાત બંધ'નું એલાન : કોંગ્રેસ

Sep 05, 2013 03:26 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1664
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા.૪

જેલમાં બંધ પોલીસ અધિકારી વણઝારાના 'લેટર બોંબ' પછી મોદીના રાજીનામાં માગ સાથે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરીને કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ વાઘેલા અને સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, ''ગુજરાતમાં રાજકીય હત્યાઓ અને ભ્રષ્ટાચારે માજા મૂકી છે.

  • મોદી રાજીનામું આપે, ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માગ : કોંગ્રેસ

છેલ્લા ત્રણ દિવસમાં બહાર આવેલી ઘટનાઓએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. ભાજપ સરકારની ગુનાઇત માનસિકતા અને કાવત્રાનો અસલી ચહેરો ખુલ્લો પડયો છે. જેની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા લોકતંત્રના હિતમાં અને પ્રજાના અવાજને વાચા આપવા માટે તા.૬ઠ્ઠી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ 'ગુજરાત બંધ'નું એલાન જાહેર કરીએ છીએ અને આ બંધમાં જોડાવા માટે સૌ નાગરિકોને અપીલ કરીએ છીએ.''

કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, ''વણઝારા સહિત ૨૯ પોલીસ અધિકારીની ધરપકડ સીબીઆઈએ કરી નથી, ગુજરાતની સીઆઈડી ક્રાઈમે કરી છે પરંતુ વારંવાર સીબીઆઈનો ઉલ્લેખ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ ભાજપ સરકારે કરી છે. ભાજપે ગુજરાતમાં હત્યાઓ કરાવીને ૨૦૦૨માં સત્તા મેળવી, બાદમાં એન્કાઉન્ટરો કરાવીને મત મેળવ્યા. ગુજરાતમાં ભ્રષ્ટાચાર રોકવા માટે કોઈ જ તંત્ર નથી અને હત્યાની રાજનીતિની કોઈ જ સીમા નથી. કેન્દ્રીય ભાજપ મોદીની 'ફંડ રાજનીતિ' સામે લાચાર છે. જેથી પ્રજાના અવાજને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન અપાયું છે.''

મુખ્યમંત્રી મોદી પર આક્ષેપો કરતાં કોંગ્રેસ પ્રમુખ કહ્યું હતું કે, ''મોદી અને અમિત શાહની હત્યાની રાજનીતિનો ભોગ સમાજના હજારો લોકો સાથે ભાજપના નેતાઓ અને અધિકારીઓ પણ બન્યા છે. મોદીના હુકમનો અમલ કરનાર ભાજપના આગેવાનો અને પોલીસ અધિકારીઓને જેલમાં ધકેલી દઈને પોતે આબાદ છટકી ગયા છે અને પોલીસની હિંમત તોડી નાખી છે.'' પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે કહ્યું હતું કે, ''ગુજરાતમાં હત્યાની રાજનીતિ થઈ રહી છે હવે મોદી અને અમિત શાહે જવાબદારી સ્વીકારવી જોઈએ.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com