180X600.jpg
May 29,2016 07:22:12 AM IST
 

હવે અમિત જેઠવા કેસમાં સીબીઆઈ ગાળિયો કસશે

Sep 05, 2013 03:27 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1103
Rate: 5.0
Rating:
Bookmark The Article

અમદાવાદ તા ૪

ચાર દિવસ સુધી અમીત જેઠવા હત્યા કેસના આરોપીઓની જેલમાં પૂછપરછ કર્યા બાદ હવે સીબીઆઈએ, ભાજપના સાંસદ દીનુ બોઘા સોલંકીના ખાસ મનાતા કોન્સ્ટેબલ બહાદૂરસિંહ વાઢેર પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

  • સીબીઆઈએ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર પર ધ્યાન કેન્દ્રિત કર્યું

સીબીઆઈ સૂત્રોએ જણાવ્યું હતું કે બહાદૂરસિંહ વાઢેરે જ દિનુ બોઘાના ભત્રીજા શિવા સોલંકીના કહેવાથી અમીત જેઠવાની હત્યા માટે સોપારીબાજ શૂટર શૈલેષ પંડયાની ગોઠવણ કરી હતી. જો કે હાલમાં જ સીબીઆઈને પ્રાપ્ત થયેલા દિનુ બોઘાના નજીકની કેટલીક વ્યકિતના નિવેદન પરથી એવું લાગે છે કે દિનુ બોઘાએ ઘણીવાર તેમની સામે અમીત જેઠવા બાબતે વાંધાજનક વાતચીત કરી હતી. બીજી બાજુ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જો બહાદૂરસિંહ વાઢેર કે જે છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં સબડી રહ્યો છે તે મોં ખોલે તો, સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના આરોપી ડી જી વણઝારાના લેટર બોંબ બાદ ભાજપ અને મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી માટે વધુ મુશ્કેલી સર્જાય તેવી શકયતા છે. નોંધનીય છે કે જુલાઈ ૨૦૧૦માં અમીત જેઠવાને ગુજરાત હાઈકોર્ટ સામેના સત્યમેવ કોમ્પલેકસ પાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર મરાયો હતો.

ખનન PIL કરવાના હતા

્અમીત જેઠવાએ જૂનાગઢ જિલ્લામાં ગીરના જંગ્લોમાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે તેવી પી આઈ એલ ગુજરાત હાઈકોર્ટમાં કરવાના હતા. આ સિવાય તેમણે આર ટી આઈ હેઠળ ગેરકાયદે ખનન અંગેની ઘણી માહીતીઓ માંગી હોવાથી ખનન માફીયાઓના સીધા ઘર્ષણમાં આવ્યા હતા.

હત્યા દીનુ બોઘાએ કરાવી છે

અમીત જેઠવાની હત્યા બાદ તેમના પિતા ભીખાભાઈએ આક્ષેપ કર્યા હતો કે ગેરકાયદે ખનનનો પ્રશ્ન ઉઠાવ્યો હોવાથી દિનુ બોઘા સોલંકીની સીધી સંડોવાણી તેમના પુત્રની હત્યામાં છે. તે પછી ગુજરાત હાઈકોર્ટે ક્રાઈમ બ્રાન્ચ અને ત્યારબાદ આઈ પી એસ અધિકારી રાઘવેન્દ્ર વત્સ દ્વારા તપાસને સંતોષકારક નહીં હોવાનું માની સીબીઆઈને તપાસ સોંપી હતી.

મધુપ તિવારીએ તપાસ સંભાળી

અમીત જેઠવા હત્યા કેસની તપાસ હવે સીબીઆઈના ડીઆઈજી મધુપ તિવારી સંભાળી રહ્યા છે. તેઓ કેટલાક દિવસોથી તપાસ અર્થે અમદાવાદમાં રોકાયેલા છે. તેમના નેતૃત્વ હેઠળની સીબીઆઈની ટીમે જેલમાં હત્યા કેસના આરોપીઓ, ખાસ કરીને બહાદૂરસિંહની પૂછપરછ કરી હતી.

બહાદુરસિંહ બોઘાના બોડીગાર્ડ

સીબીઆઈ સૂત્રોએ જણાવ્યું હતું કે સસપેન્ડ થયા બાદ કોન્સ્ટેબલ બહાદૂરસિંહ મેટાભાગનો સમય દિનુ બોઘા સોલંકી સાથે રહેતો હતો. તેમને એવા નિવેદનો મળ્યા છે જેમાં જણાવાયું છે કે બહાદૂરસિંહ તે બોઘાના બિનસત્તાવાર બોડી ગાર્ડ તરીકે રહેતો હતો.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com