Oct 23,2014 12:09:37 PM IST
 

વણઝારાનો રાજીનામાપત્ર સીબીઆઇ માટે લાર્જર કોન્સ્પિરસીનો પુરાવો?

Sep 05, 2013 03:27 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 2152
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૪

છેલ્લા સાડા છ વર્ષથી જેલમાં રહેલા વણઝારાએ આખરે પોતાનું મો ખોલ્યુ છે જેની ચર્ચા આજે દિવસભર ચાલી હતી ત્યારે કેટલાક કાનુનવિદોનું માનવું છેકે સીબીઆઇ એન્કાઉન્ટર કેસોને લાર્જર કોન્સ્પિરસી (ષડયંત્ર)ના ભાગ તરીકે લઇ રહી છે ત્યારે વણઝારાનો આ પત્ર લાર્જર કોન્સ્પીરસી તરફ સીધો અંગુલી નિર્દેશ કરે છે. ડી.જી. વણઝારાએ ગઇકાલે રાજયના ગૃહવિભાગને એક લાંબો પત્ર લખી પોતાનું રાજીનામુ મોકલી આપ્યું છે. ત્યારે હવે આ પત્રએ પણ સીબીઆઇ માટે અનેક કેસોમાં મહત્વનો પુરાવો થઇ શકે તેમ હોવાનું કાનુનવિદો માની રહ્યા છે. સોહરાબુદ્દિન, તુલસી પ્રજાપતિ, સાદિક જમાલ કે પછી ઇશરત જહાં એન્કાઉન્ટરમાં અધિકારીઓ સાથે સરકાર પણ તેટલી જ ભાગીદાર હોવાનો વણઝારાએ દાવો કરતા જ આ મામલો સીબીઆઇ માટે ષડયંત્રની લાર્જર ભુમિકામાં મહત્વનો પુરાવો બની શકે તેમ છે.

વણઝારાનો પત્ર કે પુરાવો

૧. હું સ્પષ્ટ રીતે કહેવા માગુ છું કે ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓ, એટીએસ અને બોર્ડર રેન્જે ૨૦૦૨થી ૨૦૦૭ દરમ્યાન જે કામગીરી કરી છે અને ફરજ અદા કરી છે તે માત્ર આ સરકારની નીતિઓ આદારીત જ હતી

- ષડયંત્રની લાર્જર ભુમિકા સ્પષ્ટ થાય છે?

૨. ગુજરાત જયારે જેહાદી ત્રાસવાદી આગમાં સળગી રહ્યું હતું ત્યારે મારા પર ગાંધીનગરથી પ્રધાનો અને નેતાઓના દરરોજ અનેક ફોન કોલ્સ આવતા હતા.

- ષડયંત્રની લાર્જર ભુમિકા સ્પષ્ટ થાય છે?
૩. અમે તો માત્ર સરકારી નીતિઓનો અમલ જ કર્યો છે.
- ષડયંત્રની લાર્જર ભુમિકા સ્પષ્ટ થાય છે?

૪. એન્કાઉન્ટર કેસોમાં સરકાર અને પોલીસ વચ્ચે અરસપરસના વ્યવહારોનો વણલખ્યો કરાર હોય છે. 

- ષડયંત્રની લાર્જર ભુમિકા સ્પષ્ટ થાય છે?

૫. સરકાર અને પોલીસ અધિકારીઓ એક જ નાવમાં સફર કરે છે. જેમાં ડુબવું કે તરવું સહીયારૂ છે.આ સરકાર અમીત શાહની યુક્તિઓથી પોતે તરી ગઇ અને અમને અકુદરતી મોત તરફ ધકેલી દીધા

- ષડયંત્રની લાર્જર ભુમિકા સ્પષ્ટ થાય છે?
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com