Jul 31,2014 11:04:29 PM IST
 

આસારામની અંગત ગણાતી શિલ્પીને શોધવા જોધપુર પોલીસ અમદાવાદમાં

Sep 05, 2013 03:28 Ahmedabad > Ahmedabad District
 
comment     E-Mail     Print    
 
Viewed: 4868
Rate: 3.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૪

છીંદવાડાની બાળાને બાપુ પાસે લઇ જવામાં સક્રિય ભૂૂમિકા ભજવનાર અમદાવાદની શિલ્પા ઉર્ફે શિલ્પીને શોધવા જોધપુર પોલીસ આજે સાબરમતી મોટેરા સ્થિત આસારામના આશ્રમમાં ગુપ્ત રીતે તપાસ કરી હતી. જો કે તેની ભાળ મળી ન હોવાથી પોલીસે તપાસ જારી રાખી છે.

  • છીંદવાડાની બાળાને બાપુ પાસે લઇ જવામાં સક્રિય ભૂમિકા શિલ્પીએ અદા કરી હતી
  • આસારામ સામે વધતો રોષ : યૂથ કોંગ્રેસ દ્વારા મણિનગરમાં આસારામના પુતળાનું દહન કરી દેખાવો કરવામાં આવ્યા હતા.

 બાળા સાથે દુષ્કર્મની ફરિયાદ બાદ એકાએક ભૂગર્ભમાં જતી રહેલી શિલ્પી આસારામના આશ્રમમાં છુપાઇ હોવાની શંકાના કારણે જોધપુર પોલીસે અમદાવાદ આશ્રમમાં તપાસ આદરી છે.

અમદાવાદના સત્સંગી પરિવારની પુત્રી શિલ્પા ઉર્ફે શિલ્પી આસારામના અંગત માણસો પૈકી એક છે. આ અંગત કારણોસર જ શિલ્પીને છીંદવાડા આશ્રમમાં વોર્ડન તરીકે મૂકવામાં આવી હતી. આ શિલ્પી આસારામ પાસે દરેક મહિલાને રજૂ કરતી હતી. આ શિલ્પીએ છીંદવાડાના ગુરુકુળમાં રહેતી બાળાને ભૂત-પ્રેતનો ઓછાયો હોવાની વાત તેના વાલીને કરી હતી. બાપુ પાસે લઇ જવાથી તેની માંદગી દૂર થશે તેવી વાત કરીને શિલ્પી તે બાળાને જોધપુર ખાતે આસારામ પાસે લઇ ગઇ હતી. બાળા સાથે દુષ્કર્મની ફરિયાદમાં પણ શિલ્પીને આરોપી તરીકે દર્શાવાઇ છે. આ હકીકતની જાણ થતાં જ શિલ્પી ગુમ થઇ ગઇ છે. આ શિલ્પી આસારામના દેશભરમાં આવેલા આશ્રમો પૈકીના એક આશ્રમમાં શરણું લઇને છુપાઇ હોવાની શંકાના આધારે જોધપુર પોલીસ અમદાવાદના આસારામના આશ્રમમાં તપાસ આદરી હોવાની માહિતી મળવા પામી છે.

આસારામના અંગત શિવાને પણ અમદાવાદ તપાસાર્થે લવાશે

આસારામના અંગત શિવાની જોધપુર પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ પર મેળવ્યો છે. દુષ્કર્મનો ભોગ બનેલી બાળાને આસારામ પાસે રૂમમાં મોકલવામાં શિવાની મુખ્ય ભૂમિકા રહી હતી. ૧૫મી ઓગસ્ટના રોજ આ ઘટના બન્યા બાદ આસારામની સાથે શિવો પણ અમદાવાદ આશ્રમે આવ્યો હતો. ત્યારે તેઓએ આ બાળા સંબંધી કેસના મહત્વના પુરાવાઓ અમદાવાદ આશ્રમમાં છૂપાવ્યા હોવાની શંકા દર્શાવીને શીવાને તપાસાર્થે અમદાવાદ લઇ જવાનો હોવાથી વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે. જોધપુર પોલીસ શિવાને અમદાવાદ સ્થિત આસારામના આશ્રમ ખાતે તપાસાર્થે લઇને આવે તેવી સંભાવના છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com