Oct 02,2014 01:53:51 PM IST
 

'ડીજી વણઝારા આરોપી છે' સરકારે રાજીનામું ન સ્વીકાર્યું

Sep 05, 2013 03:28 Ahmedabad > Ahmedabad District
 
comment     E-Mail     Print    
 
Viewed: 2603
Rate: 1.0
Rating:
Bookmark The Article

ગાંધીનગર, તા.૪

સસ્પેન્ડેડ ડીઆઈજી ડી.જી. વણઝારાએ ૧૦ પાનાંના રાજીનામા પત્રનો ગુજરાત સરકારે અસ્વીકાર કર્યો છે. એકથી વધૂ એન્કાઉન્ટરના કેસોમાં મુંબઈની તલોજા સેન્ટ્રલ જેલમાંથી આઈપીએસ વણઝારાએ ગુજરાતના ગૃહ વિભાગ અધિક મુખ્ય સચિવ એસ.કે.નંદાને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો.

  • મુંબઈ જેલમાંથી લખાયેલો પત્ર રાજીનામાનો નથીઃ ગૃહ વિભાગ
  • વણઝારા ચાર્જશીટેડ, સસ્પેન્ડેડ, રાજીનામું અસ્વીકાર્ય : સરકાર

નિવૃત્તિ બાદ મળતા તમામ લાભો અને હકો નહીં લેવાની શરત પોતાનું રાજીનામું મંજૂર કરવા રજૂઆત કરી હતી. ૧૦ પાનાંની રજૂઆતનો ગુજરાત સરકારે અસ્વીકાર્ય કર્યો છે. વણઝારા અત્યારે ચાર્જશીટેડ છે. તેમના ફરજકાળનું 'ટાઈટલ ક્લિયર' નથી. આથી, તેમનું રાજીનામું મંજૂર થઈ શકે તેમ નથી.

ગૃહ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આઈપીએસ કેડરના કોઈ અધિકારીના રાજીનામા સંદર્ભે રાજ્ય સરકારનો નિર્ણય આખરી હોતો નથી. ૧૯૮૭ની બેચના આઈપીએસ ડિ.જી.વણઝારાનો પત્ર વિભાગને મળ્યો છે. ૧૦ પાનાંનો આ પત્ર રાજીનામા વ્યથાનો પત્ર વધારે છે. તેમની સામે એકથી વધારે આરોપો છે. અનેક કેસોમાં સીબીઆઈની તપાસ ચાલુ છે. કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. આ તબક્કે તેમનુ રાજીનામું સ્વીકારાય તે શક્ય નથી. કોઈ પણ કર્મચારી કે અધિકારી સામે ઈન્કવાયરી ચાલતી હોય, ખાતાકીય તપાસનો તબક્કો બાકી રહ્યો હોય તેવી સ્થિતિમાં પણ તેમનું રાજીનામું સ્વીકાર્ય બનતું નથી. જો તેઓ વય નિવૃત્ત થતા હોય તેવા સંજોગોમાં પણ તેમના ઈજાફા, પેન્શન કે અન્ય મળવાપાત્ર લાભો અટકાવી દેવાય છે. અહીં તો, તેમની સામે આરોપો છે. આથી વણઝારાનું રાજીનામું મંજૂર કરી શકાય તેમ નથી.

વણઝારાનુ હવે શું ?

વણઝારાનું રાજીનામુ મંજૂર કરવામા નહીં આવતા અત્યારે તેઓ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં 'સસ્પેન્ડેડ' રહેશે. તેમને મળતો અડધો પગાર મળતો રહેશે. તેમની સામે ચુકાદો આવ્યા બાદ તેના આધારે સરકાર ડિસમિસ કે પોલીસ સેવામાં પરત લેવાનો નિર્ણય લઈ શકે છે.

રાજીનામું કેમ મંજૂર ન થાય?
  • બોગસ એન્કાઉન્ટના આરોપો છે.
  • ૬ વર્ષથી જેલમાં કાચા કામની કેદી
  • સસ્પેન્ડેડ છે, કોર્ટ કાર્યવાહી ચાલુ છે.

તેમની સામે થયેલા કેસોની કાર્યવાહી અત્યારે નામદાર અદાલતોમાં ચાલી રહી છે. આ મેટર સબજ્યુડિસ છે. તેથી તેના પણ કોઈ કોઈ ટિપ્પણી થઈ શકે તેમ નથી. રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ તેમના ફરજકાળનું ટાઈટલ ક્લિયર નથી. આ સ્થિતિમાં અન્ય અધિકારીઓની જેમ તેમને પણ નિયમો લાગુ પડશે ''

- નીતિન પટેલ.પ્રવક્તા મંત્રી. ગુજરાત સરકાર
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com