Nov 28,2014 12:53:13 AM IST
 

મહિલાઓ પર કુદૃષ્ટિ બદલ સંત લીલાશાએ આસારામને તગેડયા હતા

Sep 05, 2013 03:28 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 5865
Rate: 0
Rating:
Bookmark The Article

ગાંધીધામ, તા.૪

 રાજસ્થાનનાં જોધપુરની એક ૧૬ વર્ષની સગીર કન્યાએ આસારામે તેની સાથે કરેલી જબરદસ્તીની ફરિયાદ કર્યાનાં પગલે આસારામ હાલ જેલની હવા ખાઇ રહ્યા છે. સફેદ વસ્ત્રધારી અને પોતાને સંત ગણાવતા આસારામની મહિલાઓ પ્રત્યેની કાણી દાનત આજથી નહીં પરંતુ શરૂઆતથી જ રહી હોવાનું જાણવા મળે છે. સ્ત્રીઓ સામે કુદ્રષ્ટિ કરવા બદલ સંત લીલાશાએ તેમને પોતાનાં આશ્રમમાંથી તગેડી મુક્યા હોવાનું જાણવા મળ્યું છે.

  • આશ્રમમાં અનાજ લેવા આવતી મહિલાઓ ઉપર આસારામ નજર બગાડતા હોવાનો આક્ષેપ થયા હતા

પ્રાપ્ત માહિતી પ્રમાણે આસારામ જ્યારે સંત તરીકે પ્રસ્થાપિત થયા ન હતા ત્યારે તેઓ કચ્છનાં ગાંધીધામ-આદિપુરમાં સંત લીલાશા પાસે આવ્યા હતા અને તેમનાં આશ્રમમાં થોડો સમય રહેતા હતા. આસારામ સંત લીલાશાને પોતાનાં ગુરુ માને છે, પરંતુ જાણકારોનાં કહેવા પ્રમાણે સંત લીલાશાએ આસારામને ક્યારેય પોતાનાં શિષ્ય ગણ્યા નથી. સંત લીલાશા અને આસારામનાં વિચારોમાં શરૂઆતથી જ ઘણો ભેદ હતો અને તેનાં કારણે જ સંત લીલાશા તેમને પોતાનાં શિષ્ય ગણાવતા ન હતા.

સફેદ વસ્ત્રધારી આસારામ આજે પોતાને સંત કહેવડાવે છે. વિશ્વનાં ૧૨ દેશોમાં કુલ મળીને તેમનાં ૪૨૫ આશ્રમો છે અને બે કરોડ કરતા વધારે તેમનાં અનુયાયીઓ છે. અનેક મહિલાઓ અને યુવતીઓએ તેમની સામે આસારામે અઘટિત માગણી કરી હોય અને બળજબરી કરી હોય તેવા આક્ષેપો કર્યા છે. તાજેતરમાં રાજસ્થાનની એક સગીરાએ તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

આસારામને નજીકથી જાણતા લોકોનું કહેવું છે કે, આસારામની મહિલાઓ પ્રત્યેની દાનત પહેલેથી જ ખરાબ છે. આદિપુર-ગાંધીધામનાં કેટલાક બુઝુર્ગોનું કહેવું છે કે, શરૂઆતમાં આસારામ ગાંધીધામમાં આવેલી ૬૪ બજારમાં સંત લીલાશાનાં આશ્રમમાં આવ્યા હતા, તે સમયે સંત લીલાશાનાં બે આશ્રમો હતા એક પાલનપુરમાં અને એક ગાંધીધામમાં. સંત લીલાશા તે સમયે થોડો થોડો વખત આ બંને આશ્રમોમાં રહેતા હતા.

સંત લીલાશા ભલા માણસ અને એક સાચા સંત હતા. તેઓ હંમેશા દુઃખિયારાઓની સહાય કરતા હતા. તે સમયે સંત લીલાશાનાં આશ્રમ દ્વારા ગરીબોને અનાજ આપવામાં આવતું હતું પરિણામે દરરોજ અસંખ્ય ગરીબો આશ્રમમાં અનાજ લેવા માટે આવતા હતા. અનાજ લેવા આવતી મહિલાઓ ઉપર આસારામ કુદ્રષ્ટિ કરતો હતો, આવી ફરિયાદો અનેક વખત મહિલાઓ દ્વારા કરવામાં આવતી હતી. ધીરે ધીરે આસારામની આ કરતૂતો વધવા લાગી.

 સંત લીલાશા એક વખત ગાંધીધામનાં ૬૪ બજાર ખાતેનાં આશ્રમમાં હાજર હતા ત્યારે કેટલીક મહિલાઓ તેમને મળવા આવી હતી. આ મહિલાઓએ સંત લીલાશા સમક્ષ આસારામની ખરાબ દાનતની વિગતવાર ફરિયાદ કરી હતી. મહિલાઓની ફરિયાદ સાંભળીને સંત લીલાશા અકળાઇ ઉઠયા હતા અને તેમણે તાત્કાલિક આસારામને બોલાવીને આશ્રમમાંથી બહાર કાઢી મુક્યા હતા અને આજ પછી આશ્રમમાં ન આવવાનું કહી દીધું હતું તેમ આદિપુર-ગાંધીધામનાં વયોવૃદ્ધ લોકો પાસેથી જાણવા મળે છે.

આસારામે ગેસ્ટહાઉસમાં રહેવું પડયું હતું

સંત લીલાશાએ આસારામને આશ્રમમાંથી કાઢી મુક્યાનાં દસેક વર્ષ બાદ આસારામ કેટલાક શિષ્યો સાથે આદિપુર લીલાશા કુટિયાએ આવ્યા હતા, પરંતુ એક વખત સંત લીલાશાએ આસારામને આશ્રમમાંથી કાઢી મુક્યા હોવાથી તેને તે સમયે લીલાશા કુટિયામાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હતો. કુટિયામાં પ્રવેશ ન મળતાં આસારામ કેપીટીનાં શિણાય ખાતેનાં ગેસ્ટહાઉસમાં રોકાયા હતા.

આદિપુરમાં કરેલું એ પ્રવચન વિવાદિત બન્યું હતું

આસારામે આદિપુરનાં ચકરા ખાતે પ્રવચન કર્યું ત્યારે તે સંપૂર્ણપણે લોકો સામે આવ્યા ન હતા. તેમણે એવું સ્ટેજ બનાવ્યું હતું કે જ્યાંથી આસારામનું મોઢું જ લોકો જોઇ શકતા હતા બાકીનું શરીર પડદાથી ઢંકાયેલું હતું. લોકોનાં જણાવ્યા પ્રમાણે આસારામે તે પ્રવચન નગ્ન અવસ્થામાં કર્યું હતું. પ્રવચન સમયે તેમણે કેટલીક શિષ્યાને આસપાસ રાખી હતી. આ પ્રવચન અંગે અનેક પ્રકારની વાતો ચર્ચાઇ હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com