Oct 31,2014 09:05:55 PM IST
 

આસારામની ભક્તિથી દંપતીના સંસારમાં આગ ચંપાઈ હતી

Sep 05, 2013 03:29 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 6094
Rate: 3.0
Rating:
Bookmark The Article

અમદાવાદ :

 આસારામને આંધળાની માફક ભક્તી કરનાર એક દંપતીના સંસારમાં આગ ચંપાયાનો કિસ્સો વડોદરાના જવાહરનગર પોલીસ મથકે નોધાયો હતો. હાલમાં આસારામ જેલમાં પુરાયા છે ત્યારે તેમના વિરુદ્ધના જૂના પરંતુ ચકચારી કેસો લોકોના માનસપટ પર ફરી તાજા થયા છે.

  • બ્લૂ ફિલ્મ જેવા સેક્સની માગ

રણોલી ગામની પરિણિતાએ પોલીસમાં જે તે સમયે બ્લુ ફિલ્મ બતાવી સેક્સની ફરજ પાડતા પતિ સામે ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં તેણે એવું જણાવ્યું હતું કે, લગ્નના ત્રીજા દિવસે પતિ અને સાસરિયાઓએ પોતે પણ આસારામના ભગત હોઈ પૂજા કરવાનું કહ્યું હતું. પરંતુ આસારામની પૂજા નહીં કરતા અલગથી માતાજીની પૂજા કરતી હતી. આ વાત સાસુને નહીં ગમતા તેમણે ઘરમાં રહેવું હોય તો અમે જેને માનીએ તેની પૂજા કરવી પડશે. સતત દબાણ છતાં આસારામની પૂજા નહીં કરતા સાસુ, જેઠ અને પતિએ માર માર્યો હતો.ત્યારબાદ દહેજ બાને પણ ત્રાસ ગુજારવાનું શરુ કર્યું હતું. સાસરિયાના ત્રાસથી કંટાળી પોતે પિયર ચાલી ગઈ હતી. જ્યાં માતા-પિતાએ સમજાવતા પોતે સાસરે પરત ફરી હતી. એક દિવસ પતિ બ્લુ ફિલ્મની કેસેટ લઈને આવ્યો હતો. આ કેસેટ ટીવીમાં બતાવીને ફિલ્મ પ્રમાણે સેક્સ કરવાની માગણી કરી હતી. જેનો ઈનકાર કરતા પતિએ ફરી માર માર્યો હતો. બીજા દિવસે પતિને આવી માગણીને તાબે નહીં થાઉ તેવી સ્પષ્ટ વાત કરતા ઉશ્કેરાયેલા પતિએ વળી માર માર્યો હતો. આખરે પતિ અને સાસરિયાનો ત્રાસ ઉપરાંત પતિની અભદ્ર માગણીઓ સહન નહીં થતા પિયર પરત ફરી હતી. આ ઘટનાથી છંછેડાયેલા સાસુ, સસરા અને જેઠે પિયરમાં જઈને માર-મારી નાસી છુટયા હતા. આ મતલબની ફરિયાદ જે તે નોધાતા ખળભળાટ મચી ગયો હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com