180X600.jpg
Sep 01,2015 01:25:39 PM IST
 

હું વશીકરણ વિદ્યા જાણું છું : આસારામ

Sep 05, 2013 03:29 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 13379
Rate: 3.5
Rating:
Bookmark The Article

અમદાવાદ :

ગુરુપુર્ણિમાના પાવન અવસર નિમિત્તે ગુરુઓ, શિષ્યો કે ભક્તોને આશીર્વચન આપે છે પરંતુ અમદાવાદ ખાતે ત્રણ વર્ષ પહેલાં આશીર્વચન સાંભળવા ઊમટી પડેલા ભક્તોને આસારામે તેમની સ્ટાઈલમાં ડાયલોગ સંભળાવ્યા હતાં.

  • ત્રણ વર્ષ પહેલાં આસારામે પોતાની જાતને કૃષ્ણ, બુદ્ધ, કબીર સાથે સરખાવી હતી

 અને દેશભરના ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોને આશીર્વાદને બદલે શ્રાપ આપીને આસારામે પોતાનું વિકૃત માનસ છતું કર્યું હતું. સાધુ સંતની જેમ પ્રવચન કરવાને બદલે આસારામ ફિલ્મ સ્ટાઈલમાં પ્રવચન કરવા દેશભરમાં જાણીતા છે. આ મુદ્દે આસારામે જાહેરમાં પોતાની જાતને કૃષ્ણ, કબીર અને બુદ્ધ સાથે સરખાવીને મંચ પરથી ફિલ્મી સ્ટાઈલમાં કહ્યું હતું કે, મુઝે વશીકરણ આતા હૈં, લેકિન મેરા વશીકરણ કોઈ કાલા જાદુ ટોના નહીં હૈ. મેરા વશીકરણ તો ભગવાન કૃષ્ણ, કબીર ઔર બુદ્ધ જૈસા હૈ. ઉલ્લેખનીય છે કે, કૃષ્ણ, કબીર અને ભગવાન બુદ્ધની પવિત્ર વિચારધારાને વિકૃત રીતે રજૂ કરવાની કોશિશ આસારામ કરી રહ્યા છે જે નિંદનીય છે તેમ લોકોનું કહેવું છે. ગુરુપુર્ણિમાના દિવસે ભક્તોને આશીર્વચન આપવાને બદલે મીડિયાને શ્રાપ આપવાની કોશિશ કરી હતી. મોટેરા સ્થિત આશ્રમ ખાતે જાહેર પ્રવચનમાં આસારામે પોતાનું વિકૃત માનસ છતું કરતા પત્રકારોને ટાંકીને કહ્યું હતું કે, સંતો કી નજરો ગીર જાઓગે તો ચેનલ બંધ હોય જાયેગી. મૈં કુત્તો (મીડિયા)કો રોટી નહીં ડાલુંગા, પર ગરીબો કો હલવા જરૂર ખિલાઉંગા...જાણે દેશના તમામ અખબારો અને ટીવી ચેનલો પોતાના લીધે ચાલતી હોય તેવી હલકા પ્રકારની માનસિકતા આસારામની છતી થઈ હતી.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com