180X600.jpg
Aug 28,2015 02:54:05 AM IST
 

બોની કપૂરને મળી જાનથી મારી નાખવાની ધમકી

Sep 05, 2013 08:39
 
Tags:   Film Directer Bonny Police comment     E-Mail     Print    
 
Viewed: 2376
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ, 5 સપ્ટેમ્બર

પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીના પતિ અને એક્ટર અનિલ કપૂરના ભાઈ,ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરને જાનથી મારી નાખવાની ધમકી ભર્યો ફોન આવ્યો છે. બોની કપૂરે જણાવ્યું હતુ કે આ ફોન ઈન્ટરનેશનલ નંબર પરથી આવ્યો હતો.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ફોનની પાછળ કોઈ ગેન્ગસ્ટર રવિ પૂજારીનો હાથ હોઈ શકે તેવુ માનવામાં આવી રહ્યુ છે. ધમકી ભરેલો ફોન આવ્યા બાદ કપૂરપરિવારે મુંબઈના ઓશિવરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ કર્મીઓ દ્વારા હાલ તો પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.હવે જાણવાનું એ બાકી રહે છે કે આખરે બોની કપૂરને આ ધમકી ભર્યો ફોન કર્યો કોણ? જોકે ઓશિવરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પ્રારંભિક તબક્કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
 
Share This



 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com