May 24,2015 08:28:58 AM IST
 

આસારામની 'ધ્યાનની કુટીયા' ખોલશે ઘણા રાઝ

Sep 05, 2013 09:21
 
Tags:   Shiva Sharam Rape Jail comment     E-Mail     Print    
 
Viewed: 14988
Rate: 3.4
Rating:
Bookmark The Article

જોધપુર, 5 સપ્ટેમ્બર

જોધપુરની યુવતીના યૌન શોષણ મામલે આસારામની જામીન અરજી આવતી કાલે ફગાવી દેવામાં આવી છે અને સાથે સાથે આસારામનના નજીકના સેવક શિવદાસના ચાર દિવસના રિમાન્ડની પણ પોલીસને મંજૂરી મળી ગઈ છે, ત્યારે શિવદાસે આસારામની ધ્યાન કુટીર વિશે એક મહત્વનો ખુલાસો કર્યો છે અને પોલીસને અપેક્ષા છે કે આ કુટીરમાંથી વધારે પુરાવા પણ મળી શકે છે.

શિવદાસે તેના રિમાન્ડ દરમિયાન જણાવ્યુ છે કે, આસારામ મહિલાઓને રાત્રે તેમની એક ખાસ કુટીરમાં મળતા હતા અને તેને 'ધ્યાન કી કુટીયા' તેવુ નામ આપવામાં આવ્યુ છે. આ કુટીરમાં આસારામ મહિલાઓની કોઈ બીમારીનો ઈલાજ કરતા હતા. શિવાએ વધુમાં જણાવ્યુ હતુ કે પીડિત છોકરી અને તેના પરિવારને રેલ્વે સ્ટેશનથી આશ્રમ સુધી લાવવાની જવાબદારી શિવાને જ આપવામા આવી હતી, પરંતુ તે પરિવારને લેવા માટે શિવા પોતે ન ગયો હતો. તેણે તે પરિવારને રિક્ષાથી આશ્રમ આવી જવા કહ્યુ હતુ અને જ્યાં સુધી તેઓ આશ્રમ ન પહોંચ્યાં ત્યાં સુધી શિવા સતત તેમના સંપર્કમાં હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવા અને આસારામની અન્ય એક સહયોગી શિલ્પીએ જ પીડિત યુવતીને આસારામ સુધી પહેચાડી હતી. જોકે શિલ્પી હજુ સુધી ફરાર છે. પોલીસના મત પ્રમાણે શિલ્પીની ધરપકડ પછી પણ ઘણા મહત્વના ખુલાસા થઈ શકે છે. શિવા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કોઈસીડીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાથી પોલિસને વધારે પુરાવા મળવાની અપેક્ષા છે. આ સીડી લેવા માટે જોધપુર પોલીસ અમદાવાદ આસારામ આશ્રમની મુલાકાત લે તેવી પણ શક્યતા છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com