Oct 25,2014 12:31:55 PM IST
 

ભારતીય મૂળના ત્રણ અમેરિકી વિદ્યાર્થીઓને 'ચેમ્પિયન ઓફ ચેન્જ' એવોર્ડથી સન્માનિત કરાયા

May 30, 2013 21:49 NRI > US
 
Tags:   USA Riddhiman Das Amar Sawhney Shradha Agarwal Chicago Champions Of Change Award New York comment     E-Mail     Print    
 
Viewed: 5245
Rate: 4.0
Rating:
Read in English
Bookmark The Article

વોશિંગ્ટન, 30 મે

અમેરિકામાં ભારતીય મૂળના ત્રણ વિદ્યાર્થીઓને પરદેશી નવીનતા અને ઉદ્યોગ સાહસિકતામાં સિદ્ધિ મેળવવા માટે પ્રતિષ્ઠિત એવોર્ડ 'ચેમ્પિયન ઓફ ચેન્જ' એનાયત કરવામાં આવ્યો હતો.

શિકાગોની શ્રદ્ધા અગ્રવાલ, કેન્સાસની રિધિમા દાસ અને મેસેચ્યુસેટ્સના અમર સવ્હનેયને વ્હાઇટ હાઉસ ખાતે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બુધવારે ૧૧ લોકોની હાજરીમાં તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વ્હાઇટ હાઉસ ખાતે વિશ્વના શ્રેષ્ઠ અને પ્રસિદ્ધ પરપ્રાંતીય નવીનતા અને ઉદ્યોગ સાહસિકતા જેવા મુદ્દાઓને પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેમાં અમેરિકામાં રોજગારીમાં વૃદ્ધિ, અર્થતંત્રમાં વિકાસ અને અમેરિકાને વધુ સ્પર્ધાત્મક બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ સહિત અન્ય વિદ્યાર્થીઓને 'ચેમ્પિયન ઓફ ચેન્જ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમેરિકાના એક અધિકારીએ કહ્યું કે, પરપ્રાંતીય લોકોએ અમેરિકાને વધુ સમૃદ્ધ અને વિકાસના ક્ષેત્રે આગળ ધપાવ્યું છે. જેથી ચેમ્પિયન્સના નેતૃત્વની શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ, ઉદ્યોગ સાહસિકતા અને લોકસેવાની રજૂઆત કરી છે. અમે આ આગેવાનોની પસંદગી કરવા બદલ ગર્વ અનુભવીએ છીએ કારણે કે તેઓ અર્થતંત્ર અને વિજ્ઞાાન અને ટેક્નોલોજીમાં વિકાસ અને સમુદાયના વિકાસ અર્થે કાર્ય કરે છે.

વ્હાઇટ હાઉસ ખાતે ચેમ્પિયન ઓફ ચેન્જ કાર્યક્રમ એવા અમેરિકન જૂથ, ઉદ્યોગો અને સંસ્થાને તક આપે છે જે પોતાના સમુદાયના સભ્યોનું સશક્તિકરણ કરી પ્રેરણા આપી રહ્યા છે.

શિકાગોની શ્રદ્ધા અગ્રવાલ કોન્ટેક્ટ મીડિયાની સહસ્થાપક છે અને તેણે ૯ વર્ષની ઉંમરના ભારતમાં તેનું પ્રથમ મીડિયા સંગઠન લોન્ચ કર્યું હતું, કેન્સાસની રિધિમા દાસ ૨૦૦૮માં કેન્સાસથી અમેરિકા ભણવા માટે આવી હતી અને ત્રણ ટેકનિકલ કંપનીની સહસ્થાક છે અને મેસેચ્યુસેટ્સના અમર સવ્હનેય છ કંપનીની સ્થાપના કરી છે અને એવું તબીબી ડિવાઇસ બનાવ્યું છે, જેને કારણે કરોડો દર્દીઓને મદદ કરી છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com