180X600.jpg
May 29,2016 08:43:14 PM IST
 

સોરઠના સપૂતનો અમેરિકામાં ડંકો

Jul 07, 2013 12:42 NRI >
 
Barack Obama,Surat,Business,Advisory Committee,Kaushik Radadiya,USA Tags:   Barack Obama Surat Business Advisory Committee Kaushik Radadiya USA comment     E-Mail     Print    
 
Viewed: 50995
Rate: 3.5
Rating:
Bookmark The Article

વોશિંગ્ટન, 7 જુલાઇ

જગતના જમાદાર ગણાતા અમેરિકાના રાજકીય ફલક પર સોરઠના એક સપૂતે હિર ઝળકાવ્યુ છે. ભેસાણના નાના એવા છોડવડી ગામના પટેલ યુવાનની અમેરિકાના
રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સલાહકાર સમીતીમાં વરણી થઇ છે.

જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામના કૌશીક રાદડીયાની ઓબામાની સલાહકાર સમિતીમાં વરણી થઇ છે. સોરઠ ગામના આ યુવાનની અમેરિકાએ નોંધ લેતા કૌશીકભાઇના માતા સવિતાબેનનો હરખ હૈયે માતો નથી. બચપણમાં છોડવડીમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ કૌશીકભાઇએ વડોદરા અને સુરતમાં ઉચ્ચ શિક્ષણ લીધુ હતુ. આજે સોરઠનુ નામ અમેરીકામાં રોશન કરનાર કૌશીકભાઇની માતા ગૌરવ અનુભવી રહયા છે.

પ્રમુખના અંગત સલાહકાર સમિતિના સદસ્ય બનતા તેમના માદરે વતન છોડવડીમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આજે ગામ આખુ કૌશીકભાઇની આ સિધ્ધીના વધામણા કરી રહયા છે. કૌશીકભાઇએ પ્રથમ સુરતમાં વ્યવસાય શરુ કર્યા બાદ અમેકીરાની વાટ પકડી હતી. કેનેડામાં ગુજરાતીઓને સંગઠીત કરવાની સાથે તેઓ રાજકારણમાં સક્રીય થયા હતા. વર્ષ 2008માં તેઓ બરાક ઓબામાની નજીક આવ્યા હતા. કૌશીકભાઇના કાકા જય પટેલ પણ બીલ કલીંન્ટનના અંતરંગ સલાહકાર રહી ચૂકયા છે.

 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com