180X600.jpg
Jun 26,2016 08:54:22 PM IST
 

સાવધાન, હવેથી તમારી પ્રત્યેક હિલચાલ વોચ થઈ રહી છે... (કવર સ્ટોરી)

Jul 19, 2013 20:19 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 9908
Rate: 5.0
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - રીના બ્રહ્મભટ્ટ

યંત્રયુગની દેન સ્વરૂપે આજે આપણે આંખો બંધ કરીને આંધળો વિશ્વાસ મૂકી આપણે પ્રત્યેક વાતો વર્ચ્યુઅલ વર્લ્ડમાં વસેલ આપણા મિત્રો સાથે શેર કરતા થયા છીએ. જેનાં પરિણામો પણ ખતરનાક આવી રહ્યાં છે. મિત્રોના સ્વાંગમાં કેટલીયવાર અજનબીઓ મોટા ચીટર બની ખાસ કરીને સ્ત્રીઓની લાઈફ સાથે ચેડાં કરતાં હોય તેવા સેંકડો બનાવો નોંધાય છે, પરંતુ નેટવર્લ્ડની લલચામણી ફેસેલિટીઝે આપણને વિવશ કરી દીધા છે કે, આપણે તેને જ આપણી દુનિયા માનીને અને તેના થકી જ આપણા મોટાભાગનાં કામો અને ઇવન ફ્રેન્ડશિપ પણ નિભાવીએ કે બનાવીએ, પરંતુ હવે આ સાથે તે પણ જાણી લો કે તમે નેટ પર કે મોબાઈલ પરના ટેક્સ મેસેજીસ પર જે પણ શેર કરો છો તેને તમારા મિત્ર સિવાયના લોકો પણ જાણી રહ્યા છે. તમારી પ્રત્યેક હિલચાલની નોંધ થઈ શકે છે અને આ સમગ્ર કવાયત ભારત સરકારની સિસ્ટમના એક ભાગ તરીકે થઈ રહી છે અને તેનો આશય સલામતી અને સુરક્ષાના કારણોસર છે તેવું કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં ભારત સરકારે પાછલા મહિને જ તેવા કાર્યક્રમની શરૂઆત કરી છે કે, જેનાથી દેશના આખા ટેલિકોમ્યુનિકેશન્સ નેટવર્કનું એક્સેસ મળી જશે. જે અન્વયે ઓનલાઈન એક્ટિવિટીઝ, ફોન કોલ્સ, ટેક્સ્ટ મેસેજીસ અને સોશ્યલ મીડિયાની તમામ ગતિવિધિઓની જાણકારી આવી જશે અને તેને સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમનું નામ આપવામાં આવ્યું છે તેમ જ આ એક તેવી સિંગલ વિન્ડો સિસ્ટમ હશે કે જેના માધ્યમથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કે પછી ટેક્સ ઓથોરિટીઝ જેવી સરકારી એજન્સીઓ દરેક પ્રકારના કોમ્યુનિકેશન્સ પર નજર રાખશે. જો કે સરકારી સૂત્રો તેને દેશની સુરક્ષા સાથે જોડાયેલ મામલો માને છે, પરંતુ પ્રાઈવસીના સમર્થકો અને ઇ-નેટની આઝાદી માટે ચિંતિત લોકોને ડર છે કે, સરકાર સુરક્ષાને નામે લોકોની જાસૂસી કરી શકે છે.

જો કે, અત્યાર સુધી સરકારની આ સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ અંગે ન તો સાર્વજનિક ચર્ચા થઈ છે કે ન તો દેશના કાયદાઓ અંગે કામ કરતી સંસ્થાઓમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે, ન તો દેશની સંસદમાં આ વ્યવસ્થાને લઈને કોઈ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને આ હરકતનું નિષ્ણાતો તેવું અર્થઘટન કરી રહ્યા છે કે, સરકાર આ મામલે ચુપકીદી સેવી તેની જવાબદારીમાંથી બચવા માંગે છે. અર્થાત્ મામલાને સુરક્ષાના નામે ચડાવી લોકોને ગાફેલ કરવાની તજવીજ છે. જો કે આ પ્રકારની ગતિવિધિઓ કેવળ ભારતમાં જ શરૂ થઈ છે તેવું નથી, બલકે અસલમાં તેના પર લોકોનું ધ્યાન ત્યારે જ ગયું કે, જ્યારે અમેરિકી ખુફિયા એજન્સી (નેશનલ સિક્યુરિટી એજન્સી) દ્વારા લાખો ઘરેલુ ફોનના રેકોર્ડિંડગ અંગે રહસ્યોદ્ઘાટન થવા પામ્યું અને પછી તો આ ખુલાસા બાદ આખી દુનિયામાં હડકમ્પ મચવા પામી ગયો. જો કે ત્યાર બાદ તો બ્રિટિશ અખબારોમાં પણ તેવી જાણકારી પ્રગટ કરવામાં આવી કે, અમેરિકાની જેમ બ્રિટિશ સરકાર પણ તેના નાગરિકોની ગોપનીય જાણકારી એકત્ર કરી રહી છે તેમ જ આ મામલો ઉજાગર થયા બાદ ઓસ્ટ્રેલિયા, જર્મની અને કેટલાક યુરોપીય દેશોમાં તેવી માંગ ઊઠી છે કે, સરકારે તેમના ખુફિયા કાર્યક્રમોની જાણકારી તેમના પોતાના નાગરિકોને આપવી જોઈએ, કેમ કે આવાં પગલાંથી તેમની ગોપનીયતા પર અસર પડે છે.

વિશેષમાં ધ ગાર્ડિયન અનુસાર એનએસએના (અમેરિકી ખુફિયા એજન્સી) ઓપરેશન પ્રિઝમ દ્વારા અમેરિકા કેવળ પોતાના નાગરિકો પર જ નજર નથી નાખી રહ્યું, પરંતુ બ્રિટન, યુરોપીય દેશો તેમ જ ભારત જેવા દેશોના નાગરિક પર પણ નજર નાખી રહ્યું છે. જે સંબંધિત એક રિપોર્ટ અનુસાર, આ વર્ષે જ એનએસએએ ભારતમાં કોમ્પ્યુટર નેટવર્ક દ્વારા ૬.૩ અરબ જાણકારી હાંસલ કરી છે તેમ જ આ પ્રકારે તેણે સૌથી વધુ જાણકારી ઇરાનમાંથી એકઠી કરી છે કે, જેની સંખ્યા ૧૪ અરબ જેટલી છે. તે સિવાય પાક., જોર્ડન અને મિસ્ર જેવા દેશોમાંથી પણ આ પ્રકારની જાણકારીઓ તેણે મેળવી છે તેમ જ એનએસએ આ જાણકારીઓ રેકોર્ડ કરવા અને તેનું એનાલિસિસ કરવા એક અત્યંત શક્તિશાળી ટૂલ વિકસિત કર્યું છે કે જેનાથી આ સમગ્ર સિસ્ટમ અત્યંત પ્રભાવી બનશે તે ઇચ્છશે તે દેશના નાગરિકોની અંગતમાં અંગત માહિતી પળભરમાં એકઠી કરી શકશે.

અમેરિકાના પગલે ચાલતાં ભારતે પણ સુરક્ષાના કારણોસર વર્ષ ૨૦૦૦માં સૂચના પ્રૌદ્યોગિક કાનૂન અમલમાં મૂક્યો અને સમયની માંગ અને જરૂરિયાત મુજબ તેને વર્ષ ૨૦૦૮ અને ૨૦૧૧માં સંશોધિત કરવામાં આવ્યો. આ સંશોધન અનુસાર સરકારી અધિકારીઓને લોકોના ફોન કોલ્સ સાંભળવાનો, ટેક્સ્ટ મેસેજ વાંચવાનો અને ઇ-મેલ પર વોચ રાખવાનો અધિકાર આપવામાં આવ્યો. નોંધનીય છે કે, દિલ્હી અને બેંગલોર સ્થિત સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ આ સિસ્ટમને બનાવી રહ્યા છે અને તેને દેશની ટેલિકોમ કંપનીઓના ઉપકરણો સાથે જોડી શકાશે અને તેનાથી સરકારી કંપનીઓ કોઈપણ વ્યક્તિના કોલ રેકોર્ડ્સ, ટેક્સ્ટ મેસેજ વાંચી શકશે, ઇ-મેલ ચેક કરી શકશે અને કોઈપણ વ્યક્તિના લોકેશન અંગે પણ આસાનીથી જાણકારી મેળવી શકશે. જો કે આ મામલા અંગે સાયબર કાયદાના જાણકારો જણાવે છે કે, ભારતમાં સરકારે દેશવાસીઆના પ્રાઈવેટ રેકોર્ડ્સને મોનિટર કરવાનો અપ્રત્યાશિત અધિકાર હાંસિલ કરી લીધો છે, પરંતુ તેનો દુરુપયોગ થવાની આશંકા પણ ભરપૂર છે અને સાધારણ લોકો તેનો શિકાર બની શકે છે.

જો કે, આ તો કેવળ સરકારી પ્રયાસોની જાણકારીનો મામલો છે. બાકી આ સાથે તે પણ જાણી લો કે, ભારતમાં ઇલેક્ટ્રોનિક જાસૂસી ઉદ્યોગ તમે ધારો છો એટલો સામાન્ય કક્ષાનો નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, દેશના લોકો પર વોચ રાખવામાં સહયોગ આપવા માટે કમ સે કમ ૭૬ કંપનીઓ સક્રિય છે. આ તો વાત થઈ તેવી કંપનીઓ કે, જે જાહેરમાં ઉજાગર થઈ છે. બાકી આવી કેટલીય અન્ય કંપનીઓ પણ કામ કરી રહી છે કે, જે પ્રકાશમાં નથી આવી તેમ જ આ કંપનીઓ દેશમાં સર્વેલન્સ ટેક્નિકથી વિભિન્ન પ્રકારના ઉત્પાદકો બનાવી રહી છે અને તેને વેચી પણ રહી છે અને આ જાળાં તે હદે ફેલાયેલા છે કે, આપણે તેમ કહી શકીએ તેમ છીએ કે, આપણે સર્વેલન્સ સ્ટેટમાં રહીએ છીએ અને આ કંપનીઓ તેવા સોલ્યુશન ઉપલબ્ધ કરે છે કે, જે ઇ-નેટ, ફોન મોનિટરિંગ સોફ્ટવેરથી લઈને બાયોમેટ્રિક્સ સીસી ટીવી કેમેરા, જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ પણ મોનિટર થઈ શકે. આવી કંપનીઓ ભારતીયો પણ છે અને કેટલીક ઇન્ટરનેશનલ પણ છે.

તેવામાં આ પ્રકારની જાણકારી મેળવ્યા બાદ લોકોની અને સાયબર નિષ્ણાતોની ચિંતાનો વિષય તે છે કે, ભારતમાં હજુ સુધી કોઈ નીજીતા કાયદો ઉપલબ્ધ નથી. જેથી કરીને લોકોને તે બાબતની જાણકારી આપવામાં આવતી નથી કે ક્યારે તેમના આંકડાઓ એકઠા કરવામાં આવ્યા? તેને કોની પાસે પહોંચાડવામાં આવે છે? તેમ જ શું તેને પ્રોસેસ શેયર, ડિસક્લોઝ કે રિટેન કરવામાં આવે છે કે નહીં? કોઈ હકીકતમાં પારર્દિશતા છે નહીં જેને કારણે અગર કોઈ વ્યક્તિ આવી જાસૂસીને કારણે કોઈ મુશ્કેલીમાં આવી પડે તો કોઈની જવાબદારી નક્કી થઈ શકે અને આમ પણ ભારતમાં વ્યક્તિ માટેની કોઈ સુરક્ષાનીતિ છે નહીં, તેવામાં આ નીતિ લોકો માટે જ નહીં, પરંતુ સમસ્ત માનવજાતિ માટે એક મોટો ખતરો બનીને ઊભરી શકે તેવો માનવ અધિકારવાદીઓનો મત છે.

જો કે, આ પ્રકારનો ઓપિનિયન મોટાભાગે નેટ આઝાદીમાં માનનારા અને કેટલાક સાયબર નિષ્ણાતોનો છે અને તે વાતમાં તથ્ય પણ છે કે, રાજકારણીઓ સીબીઆઈની જેમ આ સિસ્ટમનો તેમના હિત માટે દુરુપયોગ કરે, પરંતુ આટલી વાતને લઈને દેશની સુરક્ષા સાથે સમાધાન ન થઈ શકે. થોભો અને થોડીવાર વિચારો તો આ મોનિટરિંગ સિસ્ટમનો ભારત જો ઇચ્છે તો ત્રાસવાદ ને ડામવાથી લઈ ખુફિયા માહિતી એકઠી કરવા ભરપૂર ઉપયોગ કરી શકે તેમ છે. ઊલટાનું આ સિસ્ટમ તો એક તેવું હથિયાર બની શકે તેમ છે કે જેમાં દેશ વિરુદ્ધની કોઈપણ ગતિવિધિને પ્રાઈમરી સ્ટેજમાં જ જાણી શકાય. અને તે માટે જે પગલાં લેવા જરૂરી લાગતાં હોય તે લઈ શકાય. નોંધનીય છે કે, નેટોલોજીના આ યુગમાં ત્રાસવાદીઓથી લઈ અન્ય દેશના જાસૂસો તેમનું નેટવર્ક ફેલાવવા અને તેમના કામને અંજામ આપવા નેટનો ભરપૂર ઉપયોગ કરતાં હોય છે ત્યારે સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમથી આવા લોકો પર વોચ રાખવી આસાન બનશે. વળી આપણને જો આપણી અંગત ગતિવિધિઓ જાણી જવાનો ડર લાગતો હોય તો આપણે આપણા બેંકિંગ, લોકર કે અન્ય પાસવર્ડની કે અન્ય કોઈપણ પ્રકારની લેણદેણ કે કોઈ માહિતી નેટ પર ન રાખીને સલામત બની શકીએ છીએ. બાકી તે સિવાય તો આપણે ડરવાનું કોઈ કારણ નથી, પરંતુ એટલું ચોક્કસ કે અંગત માહિતી શેર કરતાં થોડા સાવધ જરૂર બનીએ.

 
Share This
 
 
   

 
Supplements
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com