Apr 25,2014 02:25:39 AM IST
 

તસ્મૈ શ્રી ગુરવે નમ:

Jul 23, 2013 00:02 Offbeat
 
Tags:   Maharsri vyas Ved Vyas Sri Aurobindo The Mother Ramkrishna paramhansa Swami Vivekananda J. Krishnamurti Spiritual World Yoga Maa Anandmayee Self Realisation Introspection comment     E-Mail     Print    
 
Viewed: 12438
Rate: 3.6
Rating:
Bookmark The Article

અમદાવાદ, 22 જુલાઇ

કહેવાય છે કે સાચા ગુરૂ મેળવવા માટે સાચા શિષ્ય બનવું પડે કે તેવી લાયકાત કેળવવી પડે. મહાજ્ઞાની તત્વવેત્તા મહર્ષિ વેદ વ્યાસને વિશ્વની મહાન ભારતીય સંસ્કૃતિના સર્વોચ્ચ ગુરૂ તરીકે આજે પણ બ્રાહ્મણો કે સાચા ભક્તો તેમનું ભારે શ્રદ્ધાથી પૂજન કરે છે.આજના ગુરૂ પુર્ણિમાના પરમ પવિત્ર દિવસે 20 મી સદીના એવા આત્મ સાક્ષાત્કારી અને દુનિયામાં દિવ્ય આત્માનંદ જગાવનારી વિભુતીઓને જાણીએ કે જેમણે ક્યારેય પોતાની જાતને ગુરૂ તરીકે મોટા સમારંભોમા જાહેર ન કરી પણ સાચા ખોજી લોકોએ જ આ આત્મ- સાક્ષાત્કારી દિવ્ય સ્વરૂપોને જાણીને તેમને ગુરૂ તરીકે પૂજ્યા,આરાધના કરી અને તેમને સદાને માટે ભારતના દિવ્ય સ્વરૂપો તરીકે યાદ રખાય છે.જેમને જોવા માત્રથી જ અહંકાર ઓગળવા લાગે છે. તેવા બ્રહ્મ સ્વરૂપ મનુષ્ય દેહ ધારણ કરેલા અમર આત્માના સ્વરૂપોનું સ્મરણ કરીએ...

આ ગરૂઓના વિશ્વ વંદનીય સ્વરૂપને આખાય વિશ્વમાં જ્ઞાનીઓ સદાય ભજતા જ રહે છે કારણ કે તેઓ શુક્ષ્મ સ્વરૂપે વિશ્વમાં અમર જ છે. કારણ કે સાચા ગુરૂ કદી મરતા નથી.શિષ્યમાં પણ તેઓ દિવ્ય સ્વરૂપની  હાજરી જગાવી જઇને વિશ્વમાં સત્યની સદા વિજય કરાવે છે....


રામકૃણ્ણ પરમહેસ જેઓ સ્વામી વિવેકાનંદના ગુરૂ હતા.તેમણે પોતાની બધી સિદ્ધિઓ સ્વામી વિવેકાનંદને દિવ્ય શક્તિપાતથી આપી હતી.



સ્વામી વિવેકાનંદ જેઓ આજે પણ કરોડો ભારતીયોને આત્મબોધની આહલેક કરતા બોધ આપે છે. યુવાનોના ચીર કાલીન પ્રેરણાસ્ત્રોત..યુવાગુરૂ.



મહર્ષી શ્રી અરવિંદ કે જેમની જ્ઞાનરૂપી ગંગાથી આખા વિશ્વને ભારતના સનાતન ધર્મ વિશે વિશદ અને ઉંડાણની દ્રષ્ટિ પ્રાપ્ત થઇ. જેમનો જ્ઞાનદેહ શાશ્વત રૂપે જ્ઞાનીઓને માર્ગદર્શિત કરે છે.


શ્રી માતાજી જેઓ શ્રી અરવિંદની સાથે આવીને ભગવાનની -અતિમનસ ચેતનાને પૃથ્વી પર અવતરવામાં સાધના કરતા રહ્યા.



મા આનંદમયી જેમના સદા આનંદમય સ્વરૂપે સત્તચિત્તઆનંદના ભક્તોને દર્શન કરાવ્યા.



રમણ મહર્ષિ જેમણે "હું કોણ છુ" નો સદ્ ઉપદેશ આપીને ખોજી જીવોને આત્મશિવ તરફ વાળ્યા છે.તેમની હાજરી હંમેશા ભક્તોને અરુણાચલ પર્વત પાસે લાવે છે



જે, કૃષ્ણમુર્તિએ "સદા હોશમાં રહો" - live in Awareness- આ ઉપદેશ તેમણે તેમના પ્રેમીઓને આપ્યો. પોતાના જીવનની બુક પહેલા વાંચો,એમ તેઓ કહેતા.



પરમહંસ યોગાનંદ જેમણે વિદેશીઓને મોટા પાયે અમેરિકામાં અને વિશ્વમાં સાધકોને આધાત્મિક માર્ગદર્શન આપ્યું.

આવા ઘણા મહાન વિશ્વ વંદનીય મહાપુરુષોથી પુણ્યભુમિ ભારત પાવન થયું છે. આ દિવ્ય સ્વરૂપો આપણને પણ આપણા સનાતન ધર્મનો  સદા બોધ આપે જ છે, શરત છે સાચા હ્રદયના સમર્પણની અને સાચી પ્રાર્થનાની....શાસ્ત્રો કહે છે, કારણ કે હરિ જ ગુરૂ તરીકે આવે છે...


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com