Oct 01,2014 03:42:33 PM IST
 

માઇલીની લાઇફ કોણે બદલી નાખી?

Jul 25, 2013 18:21 Supplements > Cine Sandesh
 
comment     E-Mail     Print    
 
Viewed: 3112
Rate: 3.6
Rating:
Bookmark The Article

હોલિવૂડ હેપનિંગ

એક્સપેરિમેન્ટ કરતા રહેવું એ કલાકારોની ઓળખ હોય છે. ખાસ કરીને હોલિવૂડ સ્ટાર્સ તેમના શરીર પર ટેટુથી લઈને હેર સ્ટાઇલમાં વારંવાર બદલાવ લાવતાં રહેતાં હોય છે. ફિલ્મ એક્ટ્રેસ અને હોટ રેકોર્ડિંગ આર્ટિસ્ટ માઇલી સાયરસ આજકાલ કોઈ ઓળખી ન શકે તેવો દેહ ધારણ કરીને ફરી રહી છે. માઇલીએ તેના વાળ એકદમ ટૂંકા કરાવીને બોય કટ કરાવી નાખ્યા છે. તેને તો તેના વાળમાં પણ જીવનનો અણસાર દેખાય છે. માઇલીએ કહ્યું હતું કે, જેવા મેં મારા વાળ કપાવ્યા કે મારી લાઇફ જ બદલાઈ ગઈ. મારામાં અનેરો આત્મવિશ્વાસ આવી ગયો છે. મેં તો મારા નજીકના લોકોને મારા વાળ કપાવ્યા પછી ખુશી વ્યક્ત કરતો ફોન પણ કર્યો હતો.

બોલો, માઇલીએ વાળ કપાવ્યા અને તેનો આનંદ તે ગોલ્ડન એવોર્ડ જીતી હોય તે રીતે મનાવી રહી છે. બીજી વાત એ કે માઇલીનું નામ લેસ્બિયન તરીકે ખાસ્સું એવું ઉછાળવામાં આવ્યું છે. માઇલીએ તે અંગે નિખાલસપણે કહ્યું હતું કે મને બધા લેસ્બિયન કહે છે, પણ મને તે ગમે છે. લેસ્બિયન હોવું એ કંઈ ખરાબ વાત નથી. માઇલી, વાળ કપાવવા પાછળનું કારણ તારો લેસ્બિયન પ્રેમ તો નથીને!

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com