180X600.jpg
Jul 26,2016 09:58:12 AM IST
 

ફુરસદની પળોને માણીએ...

Jul 26, 2013 18:37 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3003
Rate: 0
Rating:
Bookmark The Article

તંત્રી સ્થાનેથી

માત્ર પક્ષીને જ નહીં, આપણને માનવોને પણ આપણી આસપાસ ખાલી જગ્યાની જરૂર છે. એવી જગ્યા કે જેમાં આપણે સાહજિક અને પ્રાકૃતિક રીતે મોકળાશથી હરીફરી શકીએ. ફુરસદની પળોને માણી શકીએ. મોકળાશની જરૂર આપણા શરીરને ઓછી, મનને વિશેષ હોય છે. મોકળાશ આપણને મુક્તપણા અને હળવાશનો અહેસાસ કરાવે છે.

ઘર કે મકાનનું ઉદાહરણ લઈએ તો આપણામાંના મોટા ભાગનાને એવું ઠસી ગયેલું હોય છે કે, રૂમમાં અમુકતમુક ર્ફિનચર, અમુકતમુક સુશોભનો-ચિત્રો, તસવીરો, ફૂલદાની, શો-પીસ, અમુકતમુક આ અને અમુકતમુક તે હોવું જોઈએ. 'આ હોવું જ જોઈએ'ના ધખારામાં આપણે રૂમમાં વાજબી જગ્યા રાખવાનું ભૂલી જઈએ છીએ. ખીચોખીચ ભરેલો રૂમ નથી કામ કરવા માટે પ્રેરણાદાયક બની શકતો કે નથી આરામ માટે ઇચ્છનીય બની શકતો. ખાલી જગ્યાનું મહત્ત્વ આપણા ઘરમાં તેમ જ આપણા જીવનમાં એટલું જ છે કે, તેનું સ્થાન અન્ય કોઈ ચીજ લઈ શકે નહીં. ખાલી જગ્યાની આવશ્યકતા માત્ર આપણી આસપાસના સ્થાનને જ નથી લાગુ પડતી. આપણા દૈનિક કાર્યોના આયોજનને પણ લાગુ પડે છે. જ્યારે પણ આપણે આપણા આજના દિવસના કાર્યોનું આયોજન કરીએ ત્યારે તેમાં એક, બે કે ત્રણ કલાક એવી રીતે ખાલી રાખવાનું ન ભૂલીએ કે, જેથી કામની વચ્ચે કે કામના અંતે આપણા માટે, આપણા તન, મન અને શોખ માટે આરામ, તાજગી અને બદલાવ મળે તેવું કાંઈક કરી શકીએ. ઘરના ઓરડા કે ઓફિસના સમયપત્રકની જેમ આપણા સમયપત્રકમાં પણ ખાલી જગ્યા કે મોકળાશની જરૂર હોય છે.

સમય નથી મળતો : ફુરસદ ક્યાંથી કાઢું? વગેરે શબ્દો આપણી વ્યસ્તતા કરતાં સમયના આયોજનની આપણી અણઆવડત વધારે દર્શાવે છે. એટલે આવો માણસ કાં તો અણઆવડતવાળો હોઈ શકે અથવા તો દંભ કરતો હોઈ શકે. બાકી જે લોકો સાચા અર્થમાં મહાન હતા અને છે તેમણે ભાગ્યે જ કહ્યું છે કે, "મારી પાસે એક મિનિટની પણ નવરાશ નથી." જીવનમાં ખરેખર સફળતાને વરેલા લોકોએ પોતાના જીવનના આયોજનમાં ઘણા બધા કલાકો ખાલી રાખેલા અને તેનો ઉપયોગ કરી તેઓ પોતાનો પૂર્ણ વિકાસ સાધી શક્યા હતા અને બીજાને પણ મદદ કરવામાં સમય પણ કાઢી શક્યા હતા. વાત સાચી છે કે, આજનો યુગ બહુ તીવ્ર અને ગળાકાપ સ્પર્ધાનો યુગ છે. જો તમે એ સ્પર્ધા આગલ નહીં પણ બીજાઓની સાથેય ના રહી શકો તો બધું કડડભૂસ થઈ જાય. ફેંકાઈ જાવ તમે. આ વાત ખોટી નથી, તેમ સાવ સાચી પણ નથી. એ રીતે કે સ્પર્ધામાં ટકી રહેવા માટે પણ તમારા તન, મન અને દિમાગને નવી શક્તિ અને તાજગીની જરૂર પડશે. એ તાજગી કે શક્તિ. તમે સતત દોડતા રહીને ન મેળવી શકો, એ માટે તમારે થોડીક ખાલી જગા તો જોઈએ જ. એટલી જગ્યા કે જેમાં તમે કશાયે ફરજિયાતપણા કે ભાર વિના ઇચ્છો ત્યાં હરીફરી શકો, બેસી શકો, ઇચ્છા તો ગમ્મત વિનોદમાં ઊતરી પડો, ઇચ્છે તો ખુલ્લામાં ફરવા નીકળી પડો. કામના વિચારો-ચિંતાઓને થોડા કલાક માટે દૂર હડસેલી બીજા કોઈ લોકોના, સમાજની નવાજૂનીના, જગતના પ્રવાહોના કે છેવટે કોઈ મનપસંદ-શોખના વિચારોમાં મન પરોવી દો તો પણ મન જાણે અજબ રીતે રિ-ચાર્જ થઈ ગયેલું લાગશે અને જો વિચારથી આગળ વધીને વાસ્તવમાં સક્રિય રીતે એવું કંઈ કરી શકો તો વાહ! ક્યા બાત!

 
Share This
 
 
   

 
Columns/Editorial