Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 12:43:41 PM IST
 

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળીમારી હત્યા

Jan 02, 2012 NRI > Canada
 
Tags:   Indian Alok Gupta Student Canada comment     E-Mail     Print    
 
Viewed: 24422
Rate: 3.0
Rating:
Read in English
Bookmark The Article

કેનેડા : તા. 2, ડિસેમ્બર

કેનેડાના સુર્રેય શહેરમાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળીમારી હત્યા કરવામાં આવી છે. આલોક ગુપ્તા નામનો આ વિદ્યાર્થી એક સ્ટોરમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. નાતાલના દિવસે 27 વર્ષના આલોક ગુપ્તાને કોઈ અજાણ્યા બંદૂકધારીએ ગોળીમારી હતી. એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે લૂંટના હેતુથી હત્યા કરવામાં આવી કે કોઈ અન્ય કારણોસર. પોલીસે આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરી નથી, જો કે પોલીસનું કહેવું છે કે તેમાં કોઈ ગુનાઈત જૂથનો હાથ હોવાનું લાગતુ નથી.

ગોળી વાગ્યા બાદ આલોકે મદદ માટે બૂમો પાડી હતી. જ્યાર બાદ ઘાયલ આલોકને લોકોએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તપાસ અધિકારી જેનિફર પાઉંડનું કહેવું છે કે હોસ્પિટલમાં થોડો સમય સારવાર બાદ આલોક ગુપ્તાને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. આલોકના સંબંધી નિતિન ભુટાનીએ કહ્યું કે આ ઘટના બાદ તેનો પરિવાર દુખમાં સરી પડ્યો છે. ગુપ્તા વાંથલેન યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરી રહ્યો હતો.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com