180X600.jpg
Feb 06,2016 11:57:51 PM IST
 

એ.આર.રહેમાન એક મહિનાની ભારત યાત્રા કરશે

Jul 28, 2013 13:09 Entertainment >
 
Tags:   A.R.Rahman Jab Tak Hai Jaan Awesome Music India Travel Bollywood comment     E-Mail     Print    
 
Viewed: 5177
Rate: 5.0
Rating:
Bookmark The Article

મુંબઇ, 28 જુલાઇ

ઓસ્કાર એવોર્ડ વિજેતા એ. આર. રહેમાન ભારતની એક મહિનાની ચાર શહેરોની યાત્રા પર જઈ રહ્યાં છે. ૪૭ વર્ષના ગાયક કલાકાર રહેમાને આ યાત્રાનું નામ 'રનહામનિશ્ક' આપ્યું છે. તેમની આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સંગીત દ્વારા ભાઈચારો અને શાંતિનો સંદેશ આપવાનો છે. ભારતમાં આ યાત્રાની શરૃઆત કરતાં પહેલા તેમણે સીડનીમાં એક લાઈવ કોન્સર્ટનું આયોજન કર્યું છે. આ યાત્રાની શરૃઆત તેઓ કોલકાતાથી કરશે પહેલી ઓક્ટોબરે તેઓ કોલકાતા જશે ત્યાર બાદ ૧૨મી ઓક્ટોબરે વિશાખાપટ્ટનમ, ૨૦મી ઓક્ટોબરે જયપુર અને ૨૭મી ઓક્ટોબરે અમદાવાદ આવશે. આ યાત્રા દરમિયાન તેઓ લાઇલ કોન્સર્ટનું આયોજન પણ કરશે જેમાં તેઓ રોઝા, જોધા અકબર, સ્લમડોગ મિલેનિયર, જબ તક હૈ જાન અને રાંઝણા જેવી ફિલ્મોનું મ્યુઝીક વગાડશે. તેઓ પોતાની આર્ટ ટેકનોલોજી વડે પોતાના ચાહકો સમક્ષ સંગીતની રજૂઆત કરશે જેમાં પાવરફુલ ડાન્સ પર્ફોમન્સ, સશક્ત કોરિયોગ્રાફી અને જોરદાર મ્યુઝીકનું સંગમ જોવા મળશે. રહેમાન હાલ પોતાના ડ્રિમવર્કસ એનિમેશન 'મન્કી ઓફ મુંબઈ' પર કામ કરી રહ્યો છે.  

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com