વૉશિંગ્ટન, તા. 20
વેપાર જગતનું સામયિક ફૉર્ચ્યૂન અનુસાર અમેરિકામાં નોકરી કરવા માટે ગૂગલ સૌથી સારી કંપની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેલિફોર્નિયા સ્થિત ઈન્ટરનેટ જગતની દિગ્ગજ કંપની ગૂગલે 2011માં આશરે 7000 લોકોને નોકરીમાં સામેલ કર્યા હતા. જે 13 વર્ષોમાં સૌથી વધુ છે. આ કારણે ફૉર્ચ્યૂને કામ કરવા માટે ટોચની 100 કંપનીઓની યાદીમાં ગૂગલને ચોથા નંબરથી સીધા જ પ્રથમ સ્થાને પહોંચાડી દીધી હતી.
ન્યૂઝ પેપર સેન જોસ મર્કરીએ ગૂગલને માનવ સંશાધન વિભાગના સિનિયર ઉપાધ્યક્ષ લેસજ્જો બોકના હવાલાથી જણાવ્યું કે, ખાસ કરીને લોકોનું ધ્યાન આંખોને આંજી નાખે તેની તરફ જ રહે છે. આ અમારી માટે પણ મહત્વનું છે. ગૂગલના સહ-સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી લેરી પેઝ ફૉર્ચ્યૂન સામયિકને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમે કર્મચારીઓ પ્રતિ ફલેક્સીબલ વલણ રાખીએ છીએ. જેથી કરીને ભવિષ્યમાં કંપનીને અનેકગણો ફાયદો થઈ શકે છે.