Oct 21,2014 10:10:17 PM IST
 

હદ થઇ ગઇ! પરણ્યા બાદ પતિ-પત્નીને જાણ થઇ કે બન્ને સગાં ભાઇ-બહેન છે !

Dec 04, 2013 18:35 World
 
Tags:   China Couple comment     E-Mail     Print    
 
Viewed: 23393
Rate: 4.0
Rating:
Bookmark The Article

બેઇજિંગ, 4 ડિસેમ્બર

જગતમાં ભાગ્‍યે જ કોઇ દંપતી ચીનના એક કપલ જેવી મુંઝવણમાં મુકાયું હશે. થોડા વખત પહેલા જ લગ્ન કરનાર ચાઇનીઝ કપલને હમણાં જ ખબર પડી કે તેઓ પતિ-પત્‍ની નહીં પણ સગા ભાઇ-બહેન છે અને બન્‍નેના પિતા એક જ છે.ચાઇનીઝ મિડીયાના અહેવાલ મુજબ આ ઘટના હુનાન પ્રાંતમાં બની હતી. અણધારી સ્‍થિતિમાં મુકાયેલા કપલની ઓળખ જો કે જાહેર કરવામાં આવી નહોતી, પણ વાત એમ હતી કે આ કપલ બાળક પેદા કરવાનું પ્‍લાનીંગ કરી રહ્યું હતું.

જો કે એ પહેલાં તેમણે ડીઓકિસરીબો ન્‍યુકલેઇક એસીડ (DNA) ટેસ્‍ટ કરાવવાનું નકકી કર્યું હતું. DNA ટેસ્‍ટનાં તારણો જાણીને તેઓ ચોંકી ગયા હતાં. તારણો મુજબ તેઓ 99.9 ટકા સગા ભાઇ-બહેન હોવાનું ડોકટરોએ જણાવ્‍યું હતું. એ પછી છોકરીના પિતાએ કરેલી કબુલાત મુજબ લગ્ન પહેલાં તેને એક મહિલા સાથે સંબંધ હતા જેના થકી એક દિકરાનો જન્‍મ થયો હતો, પણ બાદમાં આ પુરુષે અન્‍ય એક સ્‍ત્રી સાથે મેરેજ કર્યા હતા જેના થકી તેને દિકરી થઇ હતી. જો કે આ પુરુષને સ્‍વપ્‍નેય કલ્‍પના નહીં હોય કે અલગ-અલગસ્ત્રીઓ થકી થયેલાં તેનાં સંતાનો મોટા થયા પછી એકમેકને પરણી જશે.

ચાઇનીઝ મીડીયાના અહેવાલ મુજબ બન્‍નેનાં મેરેજ વખતે દિકરાના પિતા (જે ખરેખર દિકરાનો પણ બાયોલોજીકલ પિતા છે) એ પોલ ખુલી જવાના ડરે ચૂપ રહેવાનું નકકી કર્યુ હોઇ શકે છે. જો કે રહસ્‍ય બહાર આવ્‍યા બાદ હવે શું કરવું એ ચાઇનીઝ દંપતી વિચારી રહ્યું છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com