180X600.jpg
Jul 25,2016 11:19:02 PM IST
 

નવરાત્રીમાં ધ્વનિ પ્રદૂષણ રોકવા વધુ કડક પગલાં લો : હાઇકોર્ટ

Dec 24, 2013 04:49 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1040
Rate: 3.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૨૩

આગામી વર્ષથી નવરાત્રીમાં રાત્રે ૧૨ વાગ્યા પછી ચાલતા લાઉડ સ્પીકર બંધ કરાવવા માટે એક વિશેષ ટીમ રચવા હાઇકોર્ટે રાજયના તમામ શહેરોના પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસવડાઓને આદેશ કર્યો છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે નોંધ્યું હતું કે, ઉંઘવું અને આરામ કરવો તે તમામ માનવોનો હક્ક છે, અવાજનું પ્રદુષણ માનવ આરોગ્યને હાની પહોંચાડે છે, તેથી કોઇ પણ કિંમતે તે બંધ થવું જોઇએ. રાજય સરકારના જાહેરનામા અને પ્રદુષણના કાયદાઓનું આગામી નવરાત્રીથી ચુસ્તપણે પાલન કરવા માટે હાઇકોર્ટે આદેશ કર્યો છે.

  • ઊંઘવું અને આરામ કરવો એ તમામ માનવોનો મૂળભૂત અધિકાર છે
  • લાઉડ સ્પીકર રાત્રે ૧૨ વાગે મુંગા થઇ જાય તે સુનિશ્ચિત કરવા ટીમ બનાવવાની રહેશે

ગાંધીનગર બાર એસોસીએશન દ્વારા હાઇકોર્ટ સમક્ષ અગાઉ જાહેરહીતની રીટ કરી એવી દાદ માગી હતી કે, ગાંધીનગરમાં રાત્રે ૧૨ વાગ્યા પછી નવરાત્રી દરમ્યાન કોઇ પણ સ્થળે ગરબામાં લાઉડ સ્પીકરનો ઉપયોગ ન થવો જોઇએ. જો રાત્રે ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય તો ગાંધીનગર એસ.પી.ને તત્કાલ પગલા લેવા આદેશ કરવો જોઇએ. નવરાત્રી દરમ્યાન અવાજનું પ્રદુષણ રોકવાના આદેશના ચુસ્ત અમલ માટે પોલીસ અધિકારીની આગેવાનીમાં એક ટીમની રચના કરવી જોઇએ, જે ટીમ તેનું ચુસ્તતાપુર્વક પાલન કરે. આ ટીમનો સરળતાથી સંપર્ક થઇ શકે તે માટે તેમના મોબાઇલ નંબર જાહેર કરવા જોઇએ. એટલું જ નહી પરંતુ રાત્રે ૧૨ પછી લાઉડ સ્પીકર વગાડનાર સામે કાયદાકીય પગલા લેવાની જાણ કરતું જાહેરનામુ બહાર પાડવું જોઇએ. જો નાગરીકો દ્વારા ફરીયાદ કરવા છતાં પણ તંત્ર યોગ્ય પગલા ન લે તો જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાવા જોઇએ.

ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે નોંધ્યું હતું કે, આ પીટીશનમાં માત્ર ગાંધીનગર જિલ્લાની વાત છે. જો કે, નવરાત્રી સમગ્ર રાજયમાં ઉજવાય છે તેથી જાહેરહીતમાં યોગ્ય આદેશો કરવા જરૂરી છે. આ કેસમાં બે બાબત મહત્વની છે કે રાત્રે ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકરનો ઉપયોગ બંધ કરાવવો અને જો લાઉડ સ્પીકરનો ઉપયોગ બંધ ન થાય તો યોગ્ય કાયદાકીય પગલા લેવા. સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે રાજય સરકારે ૨૪મી જાન્યુઆરી ૨૦૧૩ના રોજ એક જાહેરનામુ બહાર પાડી માત્ર નવરાત્રીના ૯ દિવસ માટે જ લાઉડસ્પીકર રાત્રે ૧૦થી ૧૨ની વચ્ચે માન્ય ગણ્યું છે. ખંડપીઠે પોતાના આદેશમાં સ્પષ્ટ નોંધ્યું છે કે, નવરાત્રિમાં તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસવડાએ અવાજનું પ્રદુષણ અટકાવવા માટેના કાયદાનું ચુસ્ત પાલન કરવું. જાહેરનામા પ્રમાણે રાત્રે ૧૦થી ૧૨ વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર ચાલે તે સુનિશ્ચિત કરવું.

 
Share This