Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 09:57:29 AM IST
 

કોલકાતા નાઇટ રાઇડર્સ

Mar 31, 2012 Sports > IPL 2013
 
Tags:   IPL Team Profile Cricket Match Player Kolkata Knight Riders IPL 2012 Team IPL 2012 News IPL 2012 IPL Indian Premier League 2012 Indian Premier League comment     E-Mail     Print    
 
Viewed: 5176
Rate: 3.5
Rating:
Bookmark The Article


આઈપીએલમાં સૌથી ખરાબ દેખાવની વાત કરવામાં આવે તો તેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો નંબર લગભગ પહેલો આવે તેવી સ્થિતિ છે. ખરાબ દેખાવ છતાં ટીમ-માલિક શાહરુખખાનના કારણે ઘણી ચર્ચામાં રહી છે. આ વર્ષે શાહરુખ કરતાં ખેલાડીઓ તેમનાં પ્રદર્શનથી વધારે ચર્ચા મેળવે તે ટીમનાં હિતમાં રહેશે.

મેક્કુલમમાં ફરી વિશ્વાસ દાખવ્યો

કોલકાતાની ટીમે આ વર્ષની ખરીદીમાં બોલિંગ ઉપર વધારે ધ્યાન આપ્યું છે, જેના કારણે વેસ્ટ ઇન્ડીઝના સુનિલ નારાયણ અને મર્ચેન્ટ ડી લેંગની ખરીદી કરી હતી, આ ઉપરાંત ઓપનિંગમાં ગંભીરના સાથીદાર તરીકે કાલિસ હોવા છતાં ઓપનિંગ વધારે મજબૂત બનાવવા બ્રેન્ડન મેક્કુલમને ફરી પાછો ખરીદ્યો હતો. કોલકાતાએ ૧૦ કરોડમાંથી ૮ કરોડ મેક્કુલમ અને નારાયણ પાછળ ખર્ચ્યા હતા.

ગંભીરે પ્રાણ પૂર્યા

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલમાં સાવ નિરાશ કર્યા છે. પ્રથમ ત્રણ સિઝનમાં તો સેમિફાઈનલ સુધી પણ પહોંચી શકી ન હતી. ચોથી સિઝનમાં ગંભીરને કેપ્ટનની જવાબદારી સોંપતાં ટીમમાં નવો પ્રાણ આવતાં કંઈક અંશે દેખાવ સુધર્યા હતો અને એલિમિનેશન ફાઈનલ સુધીની સફર ખેડી હતી, જોકે મુંબઈ સામે પરાજય થતાં પડકારનો અંત આવ્યો હતો. આઈપીએલની એક પણ સિઝન કોલકાતા માટે યાદ રાખવા જેવી નથી. આઈપીએલમાં કોલકાતાએ કુલ ૪૭ મેચમાંથી ૨૪માં વિજય, ૩૧માં પરાજયનો સામનો કરવો પડયો હતો.

યુસુફ પર આધાર


કોલકાતાની ટીમ બેટિંગમાં ઘણી મજબૂત છે, જોકે કેપ્ટન ગૌતમ ગંભીર અને યુસુફ પઠાણ પર ઘણો મદાર રહે છે. આ બન્ને ખેલાડીઓ ફુલ ફોર્મમાં રહેશે તો ટીમને કોઈ વાંધો આવશે નહીં.

કયા મુખ્ય પ્લેયર્સ

ગંભીર અને યસુફ ઉપરાંત કાલિસ, શાકિબ અલ હસન, મોર્ગન, બ્રેટ લી, મેક્કુલમ, બ્રેડ હેડીન, નારાયણ, ડી લેંગ, પેટ્ટિન્સન, મનોજ તિવારી, જેવા સ્ટાર ખેલાડીઓ પણ છે.

કોલકાતા નાઇટ રાઇડર્સનો કઇ ટીમ સામે કેવો દેખાવ

કઇ ટીમ સામે રમાયેલી મેચ વિજય પરાજય ટાઇ અનિર્ણિત વિજેતા %
ચેન્નાઇ સુપરકિંગ્સ 7 2 5 0 0 28.57
ડેક્કન ચાર્જસ 8 6 2 0 0 75
દિલ્હી ડેરડેવિલ્સ 6 3 3 0 0 50
કિંગ્સ ઇલેવન પંજાબ 7 4 3 0 0 57.14
કોચી ટસ્કર્સ કેરેલા 2 0 2 0 0 0
મુંબઇ ઇંડિયન્સ 8 1 7 0 0 12.5
પૂણે વોરિયર્સ 1 1 0 0 0 100
રાજસ્થાન રોયલ્સ 8 4 3 1 0 50
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 8 3 5 0 0 37.5
કુલ 55 24 30 1 0 43.64
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com