Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 07:13:09 PM IST
 

દિલ્હી ડેરડેવિલ્સ

Apr 03, 2012 Sports > IPL 2013
 
Tags:   IPL Team Profile Delhi Daredevils IPL 2012 Team IPL 2012 News IPL 2012 IPL Indian Premier League 2012 Indian Premier League comment     E-Mail     Print    
 
Viewed: 2835
Rate: 4.5
Rating:
Bookmark The Article


 'દિવાર' ફિલ્મમાં શશી કપુર કહે છે ને 'મેરે પાસ માં હૈ....' તેમ દિલ્હી ડેરડેવિલ્સ કહે છે કે મેરે પાસ સેહવાગ હૈ. દિલ્હી ભલે અપેક્ષા પ્રમાણે દેખાવ ન કરી શકી હોય પણ સેહવાગની આક્રમક બેટિંગ પૈસા વસૂલ કરી નાખે છે. આ વર્ષે પણ ક્રિકેટપ્રેમીઓને મનોરંજન પૂરું પાડવા સેહવાગ ફિટ થઈ ગયો છે. દર વર્ષ કરતા આ વર્ષે દેખાવ સુધરે તેવી સંભાવના છે.
 
ખેલાડીઓની ખરીદીમાં નંબર વન

આ વર્ષે ખેલાડીઓની ખરીદીમાં જો કોઈ ટીમે મેદાન માર્યું હોય તો તે દિલ્હી ડેરડેવિલ્સ છે. દિલ્હી પાસે સેહવાગ અને વોર્નરની આક્રમક જોડી પહેલાથી જ ટીમમાં છે. સમસ્યા મિડલ ઓર્ડર અને બોલિંગમાં હતી. આ ખામી દૂર કરવા મહેલા જયવર્દનેને ૭ કરોડમાં ખરીદ્યો હતો. આ ઉપરાંત કેવિન પીટરસન જેવા આક્રમક બેટ્સમેનને ટ્રાન્સફર કરી લીધો છે. આન્દ્રે રસેલને ખરીદી બેટિંગમાં ઊંડાણ મજબૂત કર્યું છે.

 
ત્રણ ગુજરાતી સામેલ

 દિલ્હીની ટીમમાં ત્રણ ગુજરાતી ખેલાડીઓ સમાવેશ કરાયો છે. જેમાં ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ, મનપ્રિત જુનેજા અને કુલદીપ રાવલનો સમાવેશ થાય છે. ઈરફાને પહેલાથી ટીમને ઉપયોગી સાબિત થયો છે. હવે મનપ્રિત અને કુલદીપ પોતાની મળેલી તકનો ફાયદો ઉઠાવવા આતુર છે.

 
૨૮મા જીત, ૨૮મા હાર

આઈપીએલમાં દેખાવ જોતા એ વાત સાબિત થઈ છે કે દિલ્હીની ટીમ ખરા સમયે ફસકી પડી છે. આઈપીએલમા દિલ્હીની ટીમ 'ચોકર્સ' સાબિત થઈ રહી છે. દિલ્હીની ટીમ પ્રથમ અને બીજી સેમિફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી પણ અંતે ફસકી પડી હતી. ત્રીજી અને ચોથી સિઝનમાં સાવ દેખાવ ખરાબ રહેતા સેમિફાઈનલમાં પણ પહોંચી શક્યા ન હતા. દિલ્હીનો આઇપીએલની કુલ ૫૭ મેચમાંથી ૨૮મા વિજય, ૨૮મા પરાજય થયો છે જ્યારે એક મેચ રદ રહી છે.

દિલ્હીના મુખ્ય પ્લેયરો : સેહવાગ, વોર્નર, કેવિન પીટરસન, ઉમેશ યાદવ, વરુણ એરોન, મહેલા જયવર્દને, મોર્ને મોર્કલ, ઈરફાન પઠાણ , બ્રેસ્વેલ, અજિત અગરકર, આન્દ્રે રસેલ, રોબિન બિશ્ત, વેણુગોપાલ રાવ, ફિન્ચ.

દિલ્હી ડેરડેવિલ્સનો કઇ ટીમ સામે કેવો દેખાવ

કઇ ટીમ સામે રમાયેલી મેચ વિજય પરાજય ટાઇ અનિર્ણિત વિજેતા %
ચેન્નાઇ સુપરકિંગ્સ 7 3 4 0 0 42.86
ડેક્કન ચાર્જસ 9 5 4 0 0 55.56
કિંગ્સ ઇલેવન પંજાબ 8 3 5 0 0 37.5
કોચી ટસ્કર્સ કેરેલા 2 1 1 0 0 50
કોલકાતા નાઇટ રાઇડર્સ 6 3 3 0 0 50
મુંબઇ ઇંડિયન્સ 8 3 5 0 0 37.5
પૂણે વોરિયર્સ 2 1 0 0 1 50
રાજસ્થાન રોયલ્સ 8 4 4 0 0 50
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 7 5 2 0 0 71.43
કુલ 57 28 28 0 1 49.12
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com