મુખ્ય કલાકારો : અર્જુન કપૂર, ગૌહર ખાન, પરીણિતિ ચોપરા
નિર્માતા : આદિત્ય ચોપરા
દિગ્દર્શક : હબીબ ફૈઝલ
સંગીત : અમીત ત્રિવેદી
સંભવિત રિલીઝ : ૧૧ મે, ૨૦૧૨
પરમા (અર્જુન કપૂર) બાવીસ વર્ષનો આઝાદ ને ગુસ્સાવાળો છોકરો છે. તેના દાદા રાજકારણી છે અને તે તેના દાદાની જેમ જ રાજકારણી બનવા માગે છે. આગામી ચૂંટણીમાં તેના દાદા જીતે તે માટે તે જમીન આસમાન એક કરી રહ્યો છે. બીજી તરફ ઝોયા (પરીણિતિ ચોપરા) એક નાનકડા ગામના રાજકારણી કુટુંબની મહત્ત્વાકાંક્ષી છોકરી છે. સાહસિક અને પ્રામાણિક એવી ઝોયાને રાજકારણમાં કારકિર્દી બનાવીને એમએલએ બનવું છે. રાજકારણનું બેકગ્રાઉન્ડ ધરાવતા પરમા અને ઝોયાની મુલાકાત દોસ્તીમાં પરિણમે છે, તો ક્યારેક રાજકીય રંગ પકડીને તેમના સંબંધમાં મતભેદો પણ સર્જાય છે.