Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 02:21:14 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

જેનિફર લોપેઝ શક્તિશાળી સ્ટાર્સમાં સૌથી ટોચ પર

May 18, 2012 Entertainment > Hollywood
 
Tags:   Jennifer Lopez Forbes Magazine Hollywood Pop Star lady Gaga Oprah Winfrey comment     E-Mail     Print    
 
Viewed: 1533
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, 18 મે

હોલિવૂડ ગાયિકા જેનિફર લોપેઝે લેડી ગાગાને પછાડી વિશ્વનાં મનોરંજન જગતમાં સૌથી શક્તિશાળી સ્ટાર્સમાં સ્થાન મેળવ્યું છે. 'ફોર્બ્સ' નામની પત્રિકા એ બુધવારે જાહેર કરેલી યાદી પ્રમાણે શક્તિશાળી સ્ટાર્સમાં લોપેઝ સૌથી ઉપર નામ ધરાવે છે અને ત્યારબાદ બીજા નંબર પર ટોક શૉની એન્કર 'ઓપરા વિનફ્રે' છે.

'લેટ્સ ગેટ લાઉડ' અને 'લવ ડોટ કોસ્ટ એ થિંગ' ની પ્રખ્યાત ગાયિકા લોપેઝ આ યાદીમાં 50માં નંબરથી સીધી પહેલાં નંબર પર આવી ગઈ છે. જેનિફર ગયા વર્ષે 100 પ્રભાવશાળી ફિલ્મ, ટીવી, સંગીત અને રમતગમતનાં સ્ટાર્સમાં પણ સ્થાન પામી હતી.

એક અંગ્રેજી પત્રિકાનાં જણાવ્યાં અનુસાર ગત્ત વર્ષે ઉનાળાની સિઝનનાં સમયે માર્ક એન્થોનીથી અલગ થયેલ લોપેઝની ગયા વર્ષની આવક 5 કરોડ 20 લાખ ડોલર હતી, જે 2010માં તેની કમાણી 2 કરોડ 50 લાખ કરતાં બમણી હતી. આ યાદીમાં લેડી ગાગાએ પાંચમા ક્રમે સ્થાન મેળવ્યું છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com